



છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપી પકડાયો: ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની સફળ કામગીરી
વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા તથા પેરોલ-ફર્લો જમ્પ કરેલા આરોપીઓની ધરપકડ માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ જ ઝુંબેશના ભાગરૂપે, પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી હતી.
ગુપ્ત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મળેલી માહિતી અનુસાર, દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના એક ફરાર આરોપી, જે છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો, તે હાલ રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લામાં રહેતો હોવાનું જાણવા મળ્યું.
પ્રાપ્ત માહિતીના આધારે, ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે તા. 07/03/2025 ના રોજ રાજસ્થાનના જોધપુર ખાતે જઇ સફળ ઓપરેશન કરીને આરોપી જસવંતભાઈ સુનીલભાઈ બિશ્નોઇ (રહે. રૂડકલી, તા. જી. જોધપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો.
હાલ આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે દહેજ મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યો છે.