



અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર મોતાલી પાટિયા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે ડમ્પર સામસામે અથડાતા એક ડ્રાઈવરની દૂર્ઘટનાગ્રસ્ત મૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મહિન્દ્રા બ્રાજો ડમ્પર, જે દહેજથી ઈંટ ભરી સુરત તરફ જઈ રહ્યું હતું, તે દરમિયાન GJ 16 AW 3910 નંબરના બીજા એક ડમ્પરે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો. ગફલતભરી ઝડપે હંકારતા તે ડમ્પર ડિવાઈડર પર ચડી સામેની લેનમાં જઈ રહ્યું હતું, જ્યાં સામેથી આવતા GJ 03 AT 3839 નંબરના ડમ્પર સાથે ધડાકાભેર અથડાયું.
આ પ્રચંડ અથડામણમાં ભરૂચ તરફથી આવતા ડમ્પરના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુરભાગ્યે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી અને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.