



ભરૂચ: નર્મદા મૈયા બ્રીજ પરથી મહિલાની નદીમાં છલાંગ, બચાવ કામગીરી શરૂ
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રીજ પરથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. આજે બપોરના સમયે એક અજાણી મહિલાએ બ્રિજ પરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને નાવિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી. બચાવ માટે રેસ્ક્યુ બોટ પણ રવાના કરવામાં આવી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ દરમિયાન જ પાસે એક પર્સ મળ્યું, જેમાં સુરતના મંડવીથી ભરૂચ સુધીની એસ.ટી. બસની ટિકિટ મળી આવી. હાલમાં આ મહિલા કોણ છે અને ક્યા કારણે આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
સ્થાનિક તંત્ર અને પોલીસ હવે નર્મદા નદીમાં મહિલાની શોધખોળ કરી રહી છે.