દિવાળી પૂર્વે બોલ સે ભરૂચ પૂછ સે ભરૂચ નું **સેવા વસ્તી**માં કપડા વિતરણ
૧૦ દિવસ પહેલાં કપડા ઉઘરાવીને બોલશે ભરૂચ ટીમ તા.૨૭.૧૦.૨૦૨૪ ને રવિવારે સેવા વસ્તીમાં વિતરણ કરવામાં આવ્યું. બોલશે ભરૂચ ની ટીમના ગૌરવ ભાઈ, મિતેશભાઈ પઢિયાર, રજનીભાઇ, વિકાસભાઈ,સુનિલભાઈ, હિતેશભાઈ, જગદીશભાઈ, ગીતાબેન, કિશનભાઇ, વિપુલભાઈ, અંકિતભાઈ, બિપીનભાઈ, મિતેશભાઇ વસાવા, તરુણભાઈ વસાવા, પિયુષભાઈ વસાવા, અક્ષય ભાઈ વસાવા, સાગર વસાવા, દિશાબેન પિયુષભાઈ ગાંધી, વિશાલભાઈ પટેલ, વિકાસભાઈ કાયસ્થ, અલ્પેશ પંચાલ, જયેશભાઈ ટેમ્પાવાલા વિગેરે પોતાનું કીમતી સમયદાન આપી સેવા વસ્તીમાં કપડા વિતરણ કરવામાં સહયોગ આપ્યો તે બદલ સૌ સામાજિક સેવાભાવી પરિજનોનો તેમજ જેઓએ ભાવ પૂર્ણ રીતે કપડાં આપ્યા તેમજ પ્રત્યક્ષ પરોક્ષ રીતે સહયોગ કર્યો તેઓનો પણ બોલશે ભરૂચ ની સર્વ ટીમ આભાર વ્યક્ત કરે છે.
આવા સેવા યજ્ઞમાં અવાર નવાર સેવામાં રત રહેનાર બોલશે ભરૂચ ની ટીમ ને પ્રોત્સાહિત કરવામાં સહયોગ મળતો રહે તેવી 🫀હ્રદય🫀 ની ભવના સાથે પુનઃ બોલશે ભરૂચ ની ટીમ સૌ નામી અનામી સહયોગીજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતાં આનંદની લાગણી અનુભવે છે.
આનંદ અને ખુશી ની બાબત તો… એ જોવા મળી કે…સેવા વસ્તીમાં રહેતા નાના બાળકોનો ચહેરો વાંચવાનો અમો સૌ બોલશે ભરૂચની ટીમને અનુભવાયો હતો, તેમના માતા પિતા અને વડીલોએ પણ આ સેવા કાર્ય નો ઉમંગભેર લાભ લઈ ઉત્સાહપૂર્વક પહેરણ સ્વીકારતા નિહાળ્યા હતા.
ટીમના સૌ સભ્યોની લકીર એક આનંદભરી ક્ષણો એ તેમના માટે સંભારણા બની રહેશે. કેટલાક તો કહેતા કે મોબાઈલ ઉપર બેસી સમયની બરબાદી કે વેડફાટ કરતા હોય એના કરતાં વર્તમાનમાં સમયનો સદુપયોગ કરવાના આવા સેવાઉત્સુક અને સેવાભાવુક કાર્ય માં જોડાવું એ જ પ્રભુ કાર્ય છે તે માટેની તક ઝડપી લેવી એ જ આ સમયની માંગ છે. સેવા યજ્ઞ, પ્રભુ કાર્ય માં જોડાવું અને તેમાં શ્રેયના ભાગીદાર બનવું એ જ આ સમયનું મહાન કાર્ય છે. પ્રભુ પાસે આપણે જવાની જરૂર નથી પ્રભુ આવા કાર્ય માટે સમયદાનીઓની શોધ કરી રહ્યા છે. અબજો, કરોડો, રૂપિયા છે પણ સેવાભાવી 🏃*સમય દાનીઓ* 🏃ક્યાં છે…? અને તે પણ નિસ્વાર્થ ભાવે….!!!