ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે, જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરે જણાવ્યું હતું. આ ઉપરાંત કલેક્ટરએ વહિવટી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી.
*વહિવટી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરતા કલેક્ટર :* આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યઓ ધ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગોને સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરએ પ્રજાના પ્રતિનિધિઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તેમના સંકલનમાં રહીને સત્વરે ઉકેલ લાવવા અધિકારીઓને સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય સર્વ અરૂણસિંહ રણા, રમેશભાઇ મિસ્ત્રી, રીતેશભાઇ વસાવા અને ડી.કે.સ્વામી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ, જિલ્લા પોલીસ વડા મયુરભાઇ ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફીસરઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.