Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking NewsOtherભરૂચ શહેરરાજ્યવધુ સમાચાર

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભરૂચ તાલુકા અને અલગ અલગ શહેરોમાંથી ચોરી માં ગયેલ ઓટો રિક્ષા ચોરી કરનાર બે ઈસમોને 98 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

 

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.પી.વાળા એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સુચનાઓ અન્વયે જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા અને વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા, લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, તે દરમ્યાન આજરોજ શ્રી ડી.એ.તુવર એલ.સી.બી.ની ટીમ ચાવજથી ટંકારીયા જતા રોડ ઉપર ખાનગી વાહનમાં રાત્રી દરમ્યાન પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે પીળા હુડ વાળી લીલા કલરની ઓટો રિક્ષા જેની નંબર પ્લેટ તુટેલી છે જેથી શંકાસ્પદ છે આ રિક્ષા લઈ બે ઈસમો પરીએજ ગામથી ભરૂચ તરફ આવે છે” જે મુજબની ચોક્કસ બાતમી આધારે, એલ.સી.બી. ટીમ દ્વારા પગુથણ ગામ પાસે વોચમા રહી, અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ઑટો રીક્ષા ચોરી કરનાર બે ચોર ઈસમો. (૧) ઈમ્તીયાઝ યાકુબ વલ્લી પટેલ હાલ રહેવાસી, ઈખર કડકા કોલોની તા. આમોદ જી. ભરૂચ મુ. રહે, મકાન નંબર ૦૪ મોઈન ડુબલેક્ષ, ડાણીલીમડા ગુડલક માર્કીટ અમદાવાદ શહેર

(૨) સમસુદ્દીન ઈબ્રાહીમ અલ્લી ડેમા રહેવાસી, મેસરાડ સરકારીઆવાસ તા. કરજણ જિ. વડોદરા નાઓ ને ચોરીની બે ઓટો રિક્ષા તથા અંગઝડતીના મોબાઈલ નંગ ૦૨ સહિત ફૂલ કિંમત રૂપિયા ૯૮,૫૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી, બન્ને આરોપીઓ વિરુધ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની સંલગન કલમ મુજબ કાર્યવાહી કરી, ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. તથા અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

Related posts

ભરૂચના હજીખાના બજારમાં આવેલી વર્ષો જૂની શ્રેયસ હાઈસ્કૂલની દીવાલ ધરાશાયી, શાળાને સીલ મરાયું

bharuchexpress

40.39 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશને નોંધાઇ છે….

bharuchexpress

બે ઇસમો બંદૂક અને ધારદાર હથિયાર લઇને ધસી આવ્યા હતા દુકાનમાં…. પછી જુઓ શું થયું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़