Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking NewsOtherભરૂચ શહેરરાજ્યવધુ સમાચાર

વાગરા તાલુકાના દહેજ ગામની ઋષિરૂપ સોસાયટી ખાતેથી એક દિવસમાં જ વધુ એક પિસ્તોલ અને 5 કારતુસ સાથે 1 ઈસમનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી 

વાગરા તાલુકાના દહેજ ગામની ઋષિરૂપ સોસાયટી ખાતેથી એક દિવસમાં જ વધુ એક પિસ્તોલ અને 5 કારતુસ સાથે 1 ઈસમનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી

બનાવની પ્રાપ્ત દહેજ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર દહેજ પોલીસે ગતરોજ વડદલા ગામ પાસે આવેલા ન્યુ ઇન્ડીયા એસીડ (બરોડા) પ્રા.લી. કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમંચો(અંગ્નિશસ્ત્ર) તથા એક નંગ જીવતા કારતુસ સાથે તમચો લાવનાર અને મંગાવનાર બે લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સાંજે જ દહેજ પોલીસને બીજો એક આર્મસ એક્ટનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દહેજ પીઆઈ એચ.બી.ઝાલાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ મથકના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે,દહેજ,વાડીયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટી,જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનીલાલ મંડલ પોતાની પાસે દેશી હાથ બનાવટની પીસ્તોલ (અંગ્નિશસ્ત્ર) રાખે છે. માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતા એક ઇસમ અમનકુમાર મુનીલાલ મંડલ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની ઝડતી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પીસ્તોલ (અગ્નિશસ્ત્ર) તથા પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા.પોલીસે તેના વિરુદ્ધ ધી આર્મ્સ એકટ (1959) સહીતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેની પાસેથી મળેલા એક દેશી હાથ બનાવટનો પીસ્તોલ (અગ્નિશસ્ત્ર) કિં.રૂ.20 હજાર અને પાંચ નંગ જીવતા કારતુસ કિં. રૂ.500 અને એક મોબાઈલ મળી મળી કુલ રૂ.25,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Related posts

ભરૂચના વેજલપર વિસ્તારમાં જ જાહેરમાર્ગોના ગાબડા પુરવા માટેનું મુહૂર્ત ક્યારે..

bharuchexpress

ભરૂચ જિલ્લાની પ્રજાને હવે મોબાઇલ કે વાહનચોરીની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન નહીં આવવું પડે, E-FIRનો પ્રારંભ

bharuchexpress

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચોમાલ મોકલતા વેન્ડર સાથે મળી એક વર્ષમાં કંપની પાસેથી 35 લાખ ઉપરાંતની ઉચાપત કરતા કંપની મેનેજરે ફરિયાદ નોંધાવી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़