બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચ નાઓએ ઉપરોક્ત સુચનાઓ અનુસંધાને વોન્ટેડ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. જે અન્વયે એલ.સી.બી. ટીમ દ્વારા આવા ગુનાઓમાં હ્યુમન શોર્ષ તથા ટેક્નિકલ સર્વેલન્સ આધારે વર્ક આઉટ હાથ ધરી, આરોપીઓ ઝડપી પાડવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર નાઓની ટીમને હકીકત મળેલ કે “ઝગડીયા પો.સ્ટે. વિસ્તારના અણધરા ગામેથી સગીર વયની છોકરીને તેના વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર બે મહિનાથી વોન્ટેડ છે અને હાલ તે અમદાવાદ શહેરમાં પાર્વતીનગરમાં છે* જે મુજબની ચોક્ક્સ હકીકત એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક અમદાવાદ ખાતે આરોપીની તપાસમાં મોકલી આપતાં તપાસમાં ગયેલ ટીમને ઉપરોક્ત ગુનાનો આરોપી પાર્વતીનગર ખાતેથી મળી આવતા તેની વધુ કાર્યવાહી સારૂ ભરૂચ એલ.સી.બી કચેરી ખાતે લઈ આવી તેની ઉપરોક્ત ગુના સબંધે પુછપરછ કરતા ગુનાને એકરાર કરતી હકીકત જણાવતા આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.