*અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી સાહેબ ની અધ્યક્ષતા માં વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજાઈ*
આજરોજ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજાઈ જેમાં આવનાર તહેવારો સારી રીતે ઉજવાય અને પ્રજાને અગવડ ના પડે તે હેતુસર તમામ ખાતાઓને અધિકારીઓને સૂચન અને ચર્ચાઓ કરી હતી, જેમાં વસીમ ફડવાળા દ્વારા રોડ રસ્તાઓ મુદ્દે જેતે વિભાગમાં આવતા રોડ રસ્તાઓ વહેલી તકે બનાવવામાં આવે અને સમસ્યાઓનું નિરાકાણ લાવવા સૂચનો કર્યા હતા, જયારે સુરેશ ભાઈ પટેલ દ્વારા ગણેશ વિસર્જન મુદ્દે સૂચનો કર્યા હતા, નજમુદ્દીન શેખ દ્વારા રોડમાં ખાડાઓ વહેલે પુરાય તેવી અપીલ કરી હતી, આ પ્રસંગે સરકારી તમામ એજન્સીઓના અધિકારીઓ, શહેર પોલીસ એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ, જીઆઇડીસી પોલીસ, રૂરલ પોલીસ, અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર, માર્ગ મકાન વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ વિભાગ, તથા શાંતિ સમિતિના સભ્યો પૈકી સુરેશ ભાઈ પટેલ, રામદેવભાઈ, વસીમ ફડવાલા, બક્કો પટેલ, અમન પઠાણ, નજમુદ્દીન શેખ, અસ્પાક બાગવાળા, ઈમ્તિયાઝ ઘોણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.