ભરૂચ જિલ્લાના ના પત્રકારો નું સંગઠન એવું ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ની વાર્ષિક સામાન્ય સભા ભરૂચ માહિતી કચેરીના હોલ ખાતે રાખવામાં આવી હતી જેમાં સર્વાનુ મતે આવનારા બે વર્ષ માટે પ્રમુખ તરીકે દિનેશભાઈ અડવાણીની નિમણૂક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના પત્રકારોનું સંગઠન એવો ભરૂચ સક્રિય પત્રકાર સંઘ છેલ્લા 10 વર્ષથી ભરૂચ જિલ્લાના પત્રકારો સહિત સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી કરી રહ્યું છે ત્યારે આજે તેને દસ વર્ષ પૂર્ણ થઈ 11માં વર્ષમાં તેનો પ્રવેશ થતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને વાર્ષિક સામાન્ય સભા ભરૂચ માહિતી કચેરીના હોલ ખાતે મળી હતી જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં તારીખ 30.1 2024 ના રોજ ખાસ મળેલી સાધારણ સભાના તમામ ઠરાવોને વંચાણે લઇ બહાલી આપી દેવામાં આવી હતી સાથે કારોબારી બેઠકોમાં લેવાયેલા તમામ ઠરાવોને વંચાણે લઈ તેને પણ સર્વાનુ મતે બહાલી આપી દેવામાં આવી હતી સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે હાજર સભ્યોના સૂચનોને પણ ધ્યાનમાં લઇ તેની નોંધ લેવામાં આવી હતી ત્યારબાદ વર્ષ 2024-25 અને 2025-26 માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે દિનેશભાઈ અડવાણી ના નામનો પ્રસ્તાવ મુનીરભાઈ પઠાણ દ્વારા મુકવામાં આવ્યો હતો તેને જીતુભાઈ રાણા રાણાએ ટેકો જાહેર કર્યો હતો અને આ અંગે હાજર તમામ સભ્યો એ દિનેશભાઈ અડવાણી ના નામ ઉપર સર્વાનુ મતે ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા આ પ્રસંગે સંસ્થા ના સભ્યો દ્વારા કેક કાપીને સંઘના સ્થાપના દિનની ઉજવણી પણ કરી હતી સભાના અંતે રાષ્ટ્રગીત ગાઈ ને આ સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી