ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે છેલ્લા ૦૧ વર્ષ ઉપરાંતથી અપહ્યત બાળાને શોધી કાઢી સરાહનીય કામગીરી કરી
AHTU ના ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા જરૂરી સુચનાઓ કરેલ તે મુજબ પો.ઇન્સશ્રી એન.આર.ચૌધરીનાઓએ AHTU સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ. જેથી તમામ ટીમોએ અલગ અલગ ગુનાઓ ઉપર કામગીરી હાથ ધરતા
ભરુચ શહેર “સી” ડીવી.પો.સ્ટે.માં ઇપીકો કલમ ૩૬૩ મુજબનાં કામે ભોગ બનનાર બાળકી ફક્ત ૧૪ વર્ષની ઉમર ધરાવતી હોય બનાવની ગંભીરતા જોતા અને ભોગબનનારનુ વતન દાહોદ જીલ્લાનુ હોય પો.ઇન્સ શ્રી એન.આર.ચૌધરી નાઓએ ભુતકાળમા દાહોદ જીલ્લા ખાતે ફરજ બજાવેલ હોય જેથી ત્યાના બાતમીદારોને બનાવ હકીકતથી વાકેફ કરી એક્ટીવ કરેલ જે આધારે બાતમીદાર તરફથી બાતમી મળેલ કે, આ કામે ભોગબનનાર બાળા ભરૂચ ખાતે આવેલ છે અને હાલમા શાંતિનગર ખાતે હાજર છે જેથી સાથેના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ભોગબનનાર બાળા એક નાના બાળક સાથે મળી આવતા તેને AHTU કચેરી ખાતે લાવી પુછપરછ કરતા આ કામનો આરોપી દિલીપભાઇ કૌશીનભાઇ ભાભોર રહે- નાની ધામણી ગામ થાંદલા શહેરની નજીક ઝાબુઆ (મધ્યપ્રદેશ) નાનો ભોગબનનારને એક વર્ષ પહેલા ભગાડીને તેના વતન ખાતે લઈ ગયેલ અને તેને ઘરમા જ પુરી રાખતો હતો
ગુનાની ભોગબનનાર બાળાની કેફીયત આધારે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે.અને ભોગબનનાર બાળા તેમજ બાળકને આગળની કાયદેસરની કાર્યવાહી સારું પોલીસ ઈન્સ્પેકટરશ્રી ભરૂચ શહેર “સી” ડીવી પો.સ્ટે. નાઓને સોપવામાં આવેલ છે.આરોપીની શોધખોળ ચાલુ છે.