ભરૂચ તાલુકાના સીમલીયા ગામ ખાતે BKPL ભરૂચ,કરજણ પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો બીગ ટ્રોફી એવોર્ડ શો સુંદર તેમજ ખુશનૂમા વાતાવરણમા સંપૂર્ણ સફળતાપૂર્વક સમાપન થયો હતો, આ એવોર્ડ શો સમારોહમા આમંત્રિત મહેમાનો, BKPL પરિવારના સભ્યો, વડીલો, મિત્રો, મહિલાઓ, બહેનો, દીકરીઓએ BKPL ના આમંત્રણ ને માન આપીને આ બીગ તેમજ અતુલ્ય એવોર્ડ શો મા હાજરી આપી હતી.. મુખ્ય મહેમાનો થી અને સમાજ સમુદાય માટે સકારાત્મક વિચારશૈલી ધરાવનાર મહાનુભાવો મોંઘેરા મુખ્ય મહેમાનોથી સ્ટેજ મંચ સુશોભિત લાગી રહ્યું હતું, તેમજ ઓડિયન્સ હોલ મોંઘેરા મેહમાનોથી સુશોભિત લાગી રહ્યું હતું, એવોર્ડ બીગ શો સાચેજ પ્રશંસાને લાયક હતો, મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ પર બિરાજમાન મહેંદી શૈખ સાહેબ (વદોડરા) મીસન ઓલમ્પિક CEO પ્રજ્ઞનેશ મેસરીયા સાહેબ (ગાંધીનગર), અબ્દુલ ભાઇ કામથી, જન કલ્યાણ અને મની પાલ યુનિવર્સિટીના સીઈઓ, કાનન ડોટ સીઓના તલકીન ભાઈ જમીનદાર રીઝવાના બેન જમીનદાર, હારુન ભાઈ ઈખર, સમીમ પટેલ તેમજ મહિલા ક્રિકેટરો અને એક્સ રણજીત પ્લેયર અને કરંટ રણજી પ્લેયર્સ,, રાઇફલ શૂટિંગ પ્લેયર,, સોશિયલ વર્કર,, એજ્યુકેશન અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા મહાનુભવો,, BKPLના ચાહકો સાથે તમામે BKPLની ત્રણ સિઝનના એવોર્ડ શો માં ભાગ લીધો હતો. આ એવોર્ડ શોમાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશન માં ઉભરતા સિતારાઓનું સન્માન કરી મહાનુભાવોના વરદ હસ્તે સ્ટેજ પર બિરાજમાન મુખ્ય મહેમાનોના હાથ થી સુંદર તેમજ આકર્ષિત ટ્રોફીઓ તેમજ મોમેન્ટો એનાયત કરવામા આવ્યા હતા, પ્રત્યેક ટ્રોફીઓ લેનાર મહીલાઓ, દીકરીઓ તેમજ BKPL ટુર્નામેન્ટમા સુંદર પ્રદર્શન કરનાર નવયુવાઓને ટ્રોફીઓ અર્પણ કરાતા ઓડિયન્સ હોલમા બેઠેલા મહેમાનોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લીધા હતા, આ ટ્રોફી એવોર્ડ શો નુ સુંદર આયોજન તેમજ મેનેજમેન્ટ હતું, આ ભવ્ય થી ભવ્ય સુંદર આયોજનના મુખ્ય કર્તા હરતા BKPL ના ભૂતપૂર્વ ચેરમેન વાજીદ ભાઇ જમાદાર સાહેબ, BKPL ના ચેરમેન સાજીદ ભાઇ ફસા હિગલોટ, સરફરાઝ ભાઇ તેજ ખાન, સઈફભાઈ ચીના, અનીસભાઈ રાજ, BKPL પરિવારના તમામ મેમ્બર્સ તેમજ BKPL ના તમામ કમિટી મેમ્બર્સોએ કયોં હતો, ટ્રોફી એવોર્ડ શો નુ આયોજન પ્રયોશા પાર્ટી પ્લોટ સીમલીયા ગામ ખાતે રાખવામા આવ્યું હતું,