ભરૂચ: રથયાત્રાના બંદોબસ્ત બાદ પોલીસકર્મીએ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત !
ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચમાં એક પોલીસ કર્મચારીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ભરૂચની દાંડિયા બજાર પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક આહીર નામના કોન્સ્ટેબલે પોતાના પોલીસ કવટર્સના ઘરમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો આ અંગેની જાણ આસપાસના રહીશોને થતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.મૃતક અશોક આહીર પરણિત છે અને તેને સંતાનોમાં બે બાળકો છે. પોલીસ કોન્સ્ટેબલે રથયાત્રાના બંદોબસ્તમાં હાજરી પણ આપી હતી ત્યાર બાદ શું બન્યુ કે પોલીસકર્મીએ અંતિમવાદી પગલુ ભરી લીધુ એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે