



આમોદ ભેંસ સાથે અથડાતા 30 વર્ષીય ઇસમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામના કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર નામના યુવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું..
બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રોજાટંકારીયા ગામના 30 વર્ષીય કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર જેઓ ઘર માટેનું સામાન ખરીદવા માટે આમોદથી ઘરે પરત ફરતા માસીની આમલી પાસે વળાંક રોડ પાસે ભેંસો આવી જતા પોતાની મોટર સાયકલ ભેંસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ ભેંસ સાથે અથડાતા તેઓ દૂર સુધી ફંગોળાઈ જતા માથાના પાછલા ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા વધુ સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જતા રાતના 10:20 વાગ્યે મૃત જાહેર કરવામાં આવેલ હતા. આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.