નવયુગ વિદ્યાલય – જંબુસરમાં 296મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાય
નવયુગ વિદ્યાલય જંબુસરમાં “જન સેવા એ જ પ્રભુ સેવા” અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે તે અનુસંધાને આજરોજ 296મોં મફ્ત નેત્રયજ્ઞ યોજાયો જેમાં શંકરા આઈ હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ ના સહયોગથી શ્રી આશિષભાઈ બારોટ તમામ સંકલન કરી આ કેમ્પ ને સફળ બનાવે છે.
આ કેમ્પનો લાભ લેવા ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ બસમાં બેસી શંકરા આઈ હોસ્પિટલ જવા રવાના થયા હતા.સાથે ડૉક્ટર પ્રભ, ડૉક્ટર પિન્કી, શ્રી ગીરીશભાઈ ગોહિલ તથા શ્રી કિરીટભાઈ માલી નો પણ આજના કેમ્પને સફળ બનાવવામાં વિશેષ સહકાર રહ્યો છે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું છે.