અંકલેશ્વર
અંકલેશ્વર નેશનલ હાઇવે 8 ને અડીને આવેલ અમર તૃપ્તિ હોટેલની પાછળના ભાગે ટેન્કરમાં ભયંકર આગના દ્રશ્યો મીડિયા ના કેમેરામાં કેદ થઈ જવા પામી હતી
અંકલેશ્વરના ભંગારના ગોડાઉનમાં અવારનવાર આગની ઘટના સામે આવતી હોય છે . તયારે અંકલેશ્વર નેશનલ હાઈવે અડીને આવેલ બંને સાઇડો પર સ્ક્રેપ નું મોટાપાયે હબ હોઈ ત્યારે અનેક વાર આગની ઘટના સામે આવતી હોય છે
અંકલેશ્વરના અમર તૃપ્તિના હોટલ પાછળ આવેલ ગોલ્ડન સ્ક્રેપ માર્કેટમાં ટ્રકના કેમિકલ બકેટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો
હવે આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે તો હવે જીપીસીબી યોગ્ય તપાસ કરે તો જ આનું કારણ બહાર આવી શકે ટેન્કરમાં લગાવવામાં આવેલ આગ એટલી વિકરાળ હતી કે જેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પાડયા હતા કેમિકલ વેસ્ટ ટેન્કરમાં આગ લગાવતા ધુમાડાના લીધે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી
એક જાગૃત નાગરિક દ્વારા અંકલેશ્વર જીપીસીબિને જાણ કરવામાં આવી હતી હવે આવા પ્રદૂષણ માફિયા સામે જીપીસીબી યોગ્ય પગલાં ભારે તે અત્યંત જરૂરી બન્યું છે.
બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી