



અંકલેશ્વર ખાતે આવેલ તાડ ફળિયા વિસ્તારમાં ભારતીય પત્રકાર સંઘ દ્વારા જરૂરિયાતમંદ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ ને ડાયરા નું વિતરણ કરવામાં આવ્યું હતું
અત્યારના આશ્ચર્યજનક વૈજ્ઞાનિક સિદ્ધિઓના જમાનામાં મનુષ્ય એ અદભુત રોબર્ટ નું સર્જન કર્યું છે જે કદાચ માનવ કરતા થોડી વધારે કુશળતાથી લગભગ બધા જ કાર્ય કરી શકે છે પરંતુ વિજ્ઞાન આ રોબર્ટમાં માનવતાનો ગુણ તો ન જ નાખી શક્યો
મનુષ્યને બીજી પ્રજાતિઓથી જુદી પાડતી એકમાત્ર લાક્ષણિકતા એટલે માનવતા માનવતા ધરાવતો દરેક માણસ પોતાની ક્ષમતા અને લાયકાત અનુસાર જરૂરિયાત વાળા યોગ્ય પાત્ર ને યથાશક્તિ મુજબ કરાતા કાર્યને આપણે દાન તરીકે જોઈએ છીએ દાન અનેક પ્રકારે થઈ શકે જેમ કે અન્નદાન વસ્ત્રદાન શ્રમદાન વિદ્યાદાન વગેરે વગેરે માનવીના જીવનના વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્વ રહેલું છે આજના કમર તોડ મોંઘવારીના યુગમાં મધ્યમ તથા ગરીબ વર્ગ જ્યાં એક સાધે ત્યાં તેર તૂટે જેવી આર્થિક સ્થિતિમાં પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે અને આવા આર્થિક રીતે મજબુર વર્ગ શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુસર અંકલેશ્વર. ખાતે આવેલ તાડફળિયા વિસ્તારમાંમાં જરૂરિયાતમંદ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ. ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે નાના ભૂલકાઓ ને બિસ્કીટ ના પાકિટ પણ આપવામાં આવયા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા ભારતીય પત્રકાર સંઘના જિલ્લા પ્રભારી અકબરભાઈ દિવાન જિલ્લા પ્રમુખ વિરલભાઈ ઞોહીલ શબ્બીર ભાઈ મુસા સાબીરભાઈ સૈયદ મુક્તિયારભાઈ જાવેદભાઈ શેખ હનીફભાઈ સૈયદ બહાઉદ્દીન મન્સુરી શાહ નવાજ ભાઈ ઇમરાન ભાઈ મિર્ઝા તેમજ સંગઠનના સભ્યો હાજર રહ્યા
કાર્યક્રમના અંતે મીડિયા સાથે વાત કરતા જિલ્લા પ્રમુખ વિરલ ગોહિલે જણાવ્યુ હતું કે આવનારા સમયમાં સંગઠન દ્વારા આવા સામાજિક કાર્યો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું