સુરક્ષિત ટ્રેન સંચાલનમાં યોગદાન બદલ વડોદરા ડિવિઝનના 18 રેલવે કર્મચારીઓ સન્માનિત
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે ડિવિઝનના અઢાર રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાંમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે, અનિચ્છનીય ધટના અટકાવવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલ પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી રાજકુમાર અંબીગરે જણાવ્યું હતું કે, લોકો પાયલટ શ્રી રમેશભાઈ ડી. રાઠોડ, શ્રી શ્યામ મનોહર એ., આસિસ્ટન્ટ લોકો પાયલટ શ્રી જિતેન્દ્ર મીના, સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ શ્રી આર.કે. છાબડા, સ્ટેશન માસ્તર શ્રી ભગવાન સહાય મીના, શ્રી વાય.સી. શર્મા, શ્રી આર.કે. લાલ, સિનિયર ટ્રેન મેનેજર શ્રી દીપક ખરે, સિનિયર સેક્શન એન્જિનિયર (કે એન્ડ વે) શ્રી બલરામ પ્રસાદ ગુપ્તા, સિનિયર ટેકનિશિયન (કે એન્ડ વે) શ્રી મહેન્દ્ર આઈ. બોરસે, ટેકનિશિયન શ્રી વિકાસભાઈ પી. નાઈ, શ્રી વિજય કુમાર પરમાર , શ્રી મિતેશ મકવાણા, ટ્રેક મેઈનટેનર શ્રી અજય કુમાર ચૌધરી, શ્રી રવિ પ્રકાશ પાસવાન, શ્રી પંકજ કુમાર કનુભાઈ, ગેટ કીપર શ્રી રામજી સિંહ, પોઈન્ટ્સમેન શ્રી સુધાકર યાદવને મેરિટ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડીઆરએમ શ્રી સિંહે જણાવ્યું હતું કે તમામ સન્માનિત રેલવે કર્મચારીઓએ રેલવે સુરક્ષામાં ખામી જણાતા તરત જ યોગ્ય કાર્યવાહી કરીને સંભવિત અણધારી ઘટના અને નુકસાનથી બચાવી લીધા છે.તેમણે આ જાગૃત રેલવે સુરક્ષા રક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી સિંહે કહ્યું કે યાત્રીઓની સલામતી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવેકર્મીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેનની કામગીરીમાં મદદ કરે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.