ભરૂચ જીલ્લા પોલીસનુ LCBના વિપિનભાઈ ચૌહાણનુ સાયબર ક્રાઈમમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવ્યું.
ભરૂચ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ માં ફરજ બજાવતા વિપિનભાઈ ચૌહાણ નુ “CYBER COP OF THE MONTH ” થી ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ના હસ્તે સન્માનિત કરવા માં આવ્યું.
વિપીનભાઇ કનુભાઇ ચૌહાણ આ.પો.કો. એલ.સી.બી.શાખા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમનો ( એ.ટી.એમ. ફ્રોડ ) ગુનો શોધી , ૦૧ આરોપીઓની ધરપકડ કરી ૦૬ એ.ટી.એમ.કાર્ડ , ૦૧ મોબાઇલ અને ૫,૨૧,૬૧૭ / – રૂપિયા ફ્રીઝ કરેલ . આ ઉત્કૃષ્ટ કામગીરી માટે ‘ સાયબર કોપ ’ એવોર્ડ એનાયત કરવામાં આવે છે . ભવિષ્યમાં પણ આપ આ જ રીતે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરતા રહો તેવી શુભેચ્છા.