Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking NewsOtherઅંકલેશ્વરઆંતરરાષ્ટ્રીયઇતિહાસખેલ વિશ્વદેશધર્મ જ્યોતિષભરૂચ શહેરમનોરંજનરાજ્યવધુ સમાચારવિડિયોવેપાર-વાણિજ્ય

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જીલ્લાના પત્રકાર તેમજ પરિવારજનો માટે મેડિકલ કેમ્પ યોજાયો

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જીલ્લાના પત્રકાર તેમજ પરિવારો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ભરૂચની એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટરમાં યોજાયેલ કેમ્પમાં ૮૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.

 

છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ભૂતપૂર્વ પ્રમુખ જગદીશભાઈ પરમારનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યુ હતુ.જેને પગલે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સતત ફિલ્ડમાં કામ કરતા જીલ્લાના પત્રકારોની ચિંતા સતાવતી હતી.જેને ધ્યાને લઈ શહેરની એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટરના સહયોગ થી ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ફ્રી કન્સલટેશન,ઈ.સી.જી, લિપિડ પ્રોફાઈલ,આર.બી.એસ તેમજ જરૂરિયાત જણાય તો ઈકો હૃદયની સોનોગ્રાફી કરી આપવામા આવી હતી.આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં જીલ્લા અને શહેરના પત્રકારો તેમજ તેમના પરિવારજનો મળી ૮૦ જેટલા સભ્યોએ કેમ્પનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ડૉ.કેતન દોશી દ્વારા હૃદય રોગના આવતા હુમલા વિશે વિશેષ સમજણ આપવામાં આવી હતી.સાથે તેનાથી બચવા માટે લેવી પડતી સાવચેતીથી અવગત કરતા જણાવ્યું કે સમયસરનું ચેકઅપ જીવનને સુરક્ષિત કરે છે.તેમણે સક્રિય પત્રકાર સંઘના સભ્યો અને પરિવારજનો માટે મેડિકલ ટ્રીટમેન્ટ અને ઓપરેશનમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ આ તબક્કે જાહેરાત કરી હતી. 

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા આભાર પત્ર તેમજ સ્મૃતિ ચિન્હ ડૉ.કેતન દોશીને અર્પણ કરવામાં આવ્યું હતુ.મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક ડૉ.સુનિલ નાગરાણી અને સ્ટાફે ખડેપગે સેવાઓ આપી હતી.

ફ્રી મેડિકલ કેમ્પમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલ,ઉપપ્રમુખ નિલેશભાઈ ટેલર,પ્રોજેકટ ચેરમેન હરેશ પુરોહિત,સચિન પટેલ સહિત સંઘના હોદ્દેદારો અને પત્રકારોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર વાછાણીએ કર્યું હતુ.જ્યારે આભાર વિધિ કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડીયા કરી હતી.

Related posts

ધ કાશ્મીર ફાઇલ્સને પ્રમોટ કરવાનો કપિલ શર્માએ ઇનકાર કર્યો હતો? અનુપમ ખેરે જણાવ્યુ સત્ય

bharuchexpress

સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં અંકલેશ્વર તાલુકામાં ૧૨૧ સેન્ટરો પર ૧૮૬૧૮ વ્યક્તિઓનું રસીકરણ

bharuchexpress

ભરૂચ: જિલ્લામાં કોરોનાના ત્રીજા લહેરને અનુલક્ષીને પ્રભારી સચિવશ્રી શાહમીના હુસેને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़