અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વર્ષ 2023 – 24ની જનરલ કેટેગરી માટેના આઠ સભ્યો માટેની ચૂંટણી રસાકસી ભર્યા માહોલમાં યોજાઈ હતી. 3 વાગ્યા સુધી કુલ 85 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આજે રાત્રી સુધીમાં કોણ વિજયી બનશે તેનું પરિણામ આવી જશે
આજરોજ સવારે આઠ વાગ્યાથી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના AIA સંકુલમાં ભારે રસાકસી ભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સહયોગ પેનલે આ વખતે વિકાસ પેનલના 8 ઉમેદવારોની સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો.અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ 1090 મતદારો પૈકી બપોરે 3 કલાકે મતદાન પ્રક્રિયા પુર્ણ થઇ ત્યાં સુધીમાં કુલ 923 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર મત પ્રક્રિયાના અંતે કુલ 85 ટકા જેટલું મતદાન થયું હતુ. મતદાન પ્રક્રિયા પુર્ણ થયા બાદ બંને પેનલોના ઉમેદવારોએ પોત પોતાની જીત માટેની આશા વ્યક્ત કરી હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચારેક વાગ્યે મત ગણતરીનો પ્રારંભ થયો હતો. સાંજ સુધીમાં કઈ પેનલનો વિજય થશે તેના પરિણામો જાહેર કરવામાં આવશે.