અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચોમાલ મોકલતા વેન્ડર સાથે મળી એક વર્ષમાં કંપની પાસેથી 35 લાખ ઉપરાંતની ઉચાપત કરતા કંપની મેનેજરે ફરિયાદ નોંધાવી
અંકલેશ્વર GIDC માં આવેલી GRP કંપની રબર શીટ બનાવે છે. જે માટેનો કાચો માલ રબર વેસ્ટ અલગ અલગ વેન્ડરો પાસેથી મેળવે છે.ભડકોદ્રા ગામના આઝાદનગરમાં રહેતા હિના ટાયર્સના બરકતુલ્લાહ અસગરઅલી ખાન કંપનીમાં કાચો માલ મોકલતા હતા.કંપનીના આસિસ્ટન્ટ મેનેજર મેહુલ ઠાકોર પટેલે કંપનીમાં 12 વર્ષ નોકરીથી નોકરી કરી રહ્યા હતા, ગત 22 જૂન 2022 માં તેઓએ સ્વૈચ્છીક રાજીનામુ આપ્યું હતું. જે બાદ તે 4 મહિના પછી ફરી જોઇન થયા હતા.આસિસ્ટન્ટ મેનેજર મેહુલ પટેલે વેન્ડર બરકતુલ્લાહ સાથે મળી કંપનીમાં એક વર્ષમાં આવેલા કાચા માલની 12 ગાડીઓના વજનમાં ભારે જોલ જાલ કરી હતી.વજન કાંટાની સ્લીપોની આગળ કે પાછળ એક આંકડો ઉમેરી ખોટી વજન સ્લીપ, પરચેઝ ઓર્ડર અને ટેક્ષ ઇનવોઇસ સાથે રજિસ્ટર્ડમાં ચેડાં કરી 3100 કિલોનો કાચો માલને 31,000 કિલો કરી દીધો હતો. જેમાં વેન્ડરને ચુકવવાના થતા લાખ સામે 44 લાખ ઉપરાંત ચુકવણું કરવું પડ્યું હતું. એક વર્ષના તમામ રેકોર્ડ ચેક કરતા આસિસ્ટન્ટ મેનેજર અને વેન્ડરે 35 લાખ ઉપરાંતની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ભેજાબાજ આસિસ્ટન્ટ મેનેજર મેહુલને 18 લાખ રૂપિયા મળ્યા હતા.કંપની સાથે 35 લાખ ઉપરાંતની ઠગાઇમાં જનરલ મેનેજર રાજુ મોદીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે આસિસ્ટન્ટ મેનેજર મેહલ પટેલ અને વેન્ડર બરકતલ્લાહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ ipc ની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી