Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking NewsOtherઅંકલેશ્વરઆંતરરાષ્ટ્રીયઇતિહાસખેલ વિશ્વદેશધર્મ જ્યોતિષભરૂચ શહેરમનોરંજનરાજ્યવધુ સમાચારવિડિયોવેપાર-વાણિજ્ય

૨૯ જુન ૨૦૨૩ થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ( બંને દિવસ સહિત) કતલખાનાની મકાનની બહાર કોઈ પણ જાહેર સ્થળે જુદા- જુદા પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

૨૯ જુન ૨૦૨૩ થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ( બંને દિવસ સહિત) કતલખાનાની મકાનની બહાર કોઈ પણ જાહેર સ્થળે જુદા- જુદા પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છ

 

 

આગામી બકરી ઈદનાં તહેવારની ઉજવણી તા. ૨૯/૦૬/૨૦૨૩ થી તા.૩૦/૦૬/૨૦૨૩ ના રોજ થશે અને તહેવારના દિવસોમાં કતલખાનામાં બહાર કોઈ પણ જાહેર કે ખાનગી સ્થળે જુદા જુદા પશુઓની કતલને કારણે તેમજ જાહેર શેરીઓમાં કે સ્થળ પર દેખાય તે રીતે અન્ય કોઈ પણ પશુની કતલને કારણે સુલેહ શાંતિનો ભંગ થવાનો સંભવ છે અને ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ પગલા લેવા માટે પુરતું કારણ છે તેમજ સુલેહ શાંતિનો ભંગ થતા તાત્કાલિક અટકાવવાનુ ઈચ્છનીય છે.

              આથી, એન.આર.ધાધલ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ–૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂ એ સમગ્ર ભરૂચ જીલ્લાની હદની અંદર કોઈપણ વ્યકિતએ તા.૨૯/૦૬/૨૦૧૩ થી તા.૩૦/૦૬ ૨૦૨૩ સુધી(બંને દિવસ સહિત) કતલખાનાની મકાનની બહાર કોઈ પણ જાહેર સ્થળે જુદા જુદા પશુઓની કતલ કરવી નહિ. તેમજ ભરૂચ જિલ્લાની હદમાં કોઈ પણ જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય કોઈ પણ પશુની કતલ કરવી નહિં.

૨) કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. તેમજ કોઈ પણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં.

 ૩) બકરી ઈદ તહેવા૨ નિમિત્તે કુરબાની પછી જાનવ૨ના માંસ, હાંડકા અને અવશેષો જાહે૨માં ફેંકવા નહીં.

            ઘી બોમ્બે એનીમલ પ્રિઝર્વેશન એકટ, ૧૯૫૪ તથા પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનીમલ એકટ–૧૯૬૦ થી જે પશુઓની કતલ પર પ્રતિબંધ મુકેલ છે, તે પશુઓની કતલ ખાનગી કે જાહેર સ્થળોએ થઈ શકશે નહિ.

            આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલિસ અઘિક્ષકશ્રી થી હેડ કોન્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

 

Related posts

પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન REAUCTION શરૂ કરવામાં આવેલ

bharuchexpress

ભરુચ: ભાડભૂત બેરેજ યોજનામાં ડાબા કાંઠાની જમીન સંપાદનમાં એવોર્ડ જાહેર ન કર્યો..

bharuchexpress

ભરૂચમાં 24 કલાકમાં દારૂના 97 કેસ, 11.88 લાખનો મુદ્દામાલ જપ્ત

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़