



નારેશ્વર , કરજણ અને ઝઘડિયા તેમજ અન્ય તાલુકાઓમાં ડમ્પરની મોત થતા સાંસદ થયા હતા લાલઘૂમ..
સાંસદ મનસુખ વસાવા એ ધરણાની ચીમકી આપ્યા બાદ પાણીમાં બેસી ગયા..
ત્રણેય જિલ્લાની અધિકારીઓ કામગીરી કરી રહ્યો હોવાનું રટણ કરી આંદોલનને મોકૂફ રાખ્યું હોવાનું મીડિયા સમક્ષ રટણ..
ભરૂચ જિલ્લામાં રેતી માફિયાઓ બેફામ બન્યા હોય તેવા આક્ષેપ સાથે ગેરકાયદેસર નર્મદા નદીમાં રેતી ખનન થવા સાથે દમ પર ચાલકો નિર્દોષ વાહન ચાલકોને લઈ મોતને ઘાટ ઉતારતા હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા ગુરુવારના દિવસે ધરણા પ્રદર્શનની ચીમકી સોશિયલ મીડિયાના માધ્યમથી ઉચ્ચારી હતી અને ત્યારબાદ અધિકારીઓ કામગીરી કરી રહ્યા હોવાનું રટણ કરી તેઓએ ધરણા પ્રદર્શનને મોકૂફ રાખ્યું હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું
નારેશ્વર કરજણ ખાતે પણ અગાઉ ડમ્પરની એક જ પરિવારના ત્રણ સભ્યોનું મોત અને ગઈકાલે પણ લગ્નની પત્રિકા આપવા નીકળેલા એક વાહન ચાલકને લેતા તેનું પણ મોત થયું હતું અને ઝઘડિયાના ઉંમલ્લા ખાતે પણ ડમ્પર ચાલકે ડમ્પર એક મકાનમાં ઘુસાડી દેતા મહિલાનું મોત થયું હતું જેના પગલે રેતી માફિયાઓના ડમ્પરોથી અનેક ટુવિલર વાહન ચાલકો જીવ ગુમાવતા હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા પણ લાલ ઘૂમ બન્યા હતા અને કરજણ નજીક એકનું મોત થતા સાંસદ મનસુખ વસાવા એ અધિકારીઓ અને તંત્ર ઉપર આક્ષેપ કરવા સાથે ધરણા પ્રદર્શનની ચિમકી આપતી પોસ્ટ facebook ઉપર કરી હતી અને ત્યારબાદ અધિકારીઓ કામે લાગ્યા હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાનું ધરણા પ્રદેશોનું સુરસુરિયું થયું હોય તેમ તેઓએ ધારણા પ્રદર્શનને મોકૂફ રાખ્યું હોવાનું રટણ મીડિયા સમક્ષ કર્યું હતું