અંકલેશ્વરની શિક્ષિકાના બેરોજગાર પતિને મિત્ર સહિતના ગાંઠિયા ટ્રાવેલ્સના ધંધામાં કમાણી ની લાલચ આપી 2 કરોડ ઉઉપરાંતની છેતર પિંડી કરાતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી
અંકલેશ્વરની એમ.ટી.શાહ હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં રેખાબેન પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ ગોપાલકૃષ્ણને અકસ્માતમાં બ્રેઇન હેમરેજ થયા બાદ બેરોજગાર બની ગયાં છે પણ તેમણે અગાઉ લીધેલી લોનોની રકમ ભરપાઇ કરવાની બાકી હોવાથી તેઓ રોજગારીની તલાશમાં હતાં. આ દરમિયાન તેમનો બાળપણનો મિત્ર અને ભરૂચ જિલ્લા પંચાયત ઓફિસ કોલોની ખાતે રહેતો સમીર સિંહ રાજેન્દ્રસિંહ મહારાઉલે ગોપાલકૃષ્ણને તેમનો મિત્ર રાહુલ શાહ ગુજરાતમાં ધંધો કરવા માગતો હોવાનું જણાવ્યું હતું.
સમીર, ગોપાલકૃષ્ણ અને રાહુલ શાહ વચ્ચે થયેલી બેઠકમાં કંપનીના કર્મચારીઓની અવરજવર માટે ગાડીઓના ધંધામાં રોકાણ કરી લાખો રૂપિયા કમાવાના સ્વપનો બતાવાયાં હતાં. સમીર, રાહુલ અને તેના સાગરિતોએ દંપતિને વાતોમાં ફસાવી દઇને લોન લેવા માટે સહમત કરી દીધાં હતાં.
ટ્રાવેલ્સના ધંધા માટે કાર ખરીદવા માટે રેખાબેનને સહમત કરવા માટે ભેજાબાજોએ ભરૂચની થ્રી સ્ટાર હયાત હોટલમાં બેઠક યોજી હતી. જેમાં રેખાબેન તેમના નામે લોન લેવા માટે સહમત થતાંની સાથે ઠગ ટોળકીએ કરામત શરૂ કરી હતી. રાહુલ શાહે પોતાની ઓળખ એક મોટા વ્યવસાયકાર તરીકે આપી હતી.
રેખાબેન સરકારી નોકરી કરતાં હોવાનું સમીર મહારાઉલ સારી રીતે જાણતો હતો અને ગોપાલકૃષ્ણની લોનની રકમ બાકી હોવાથી તેને અન્ય કોઇ લોન મળે તેમ ન હતું જેથી ભેજાબાજાઓ રેખાબેનના દસ્તાવેજો મેળવી તેમના નામે એક જ મહિનામાં વિવિધ બેંકોમાંથી 16 લોન લીધી છે. જેની રકમ 2.06 કરોડ રૂપિયા થવા જાય છે.
રેખાબેનના નામે ભેજાબાજોએ વડોદરા અને ભરૂચના શો રૂમમાંથી નવી લકઝરીયસ કારો ખરીદી છે. કેટલીક કારો ખરીદતી વખતે રેખાબેન અને તેમના પતિને હાજર રાખવામાં આવ્યાં હતાં. કારો અંગે રેખાબેને સમીરને સવાલો પૂછતા તેણે ઉડાઉ જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. આવું રાહુલ શાહે પણ કરતાં દંપતિને પોતે છેતરાયાં હોવાનો અહેસાસ થયો હતો.
જેને લઇ રેખાબેન પરમાર દ્વારા સમીર સિંહ મહારાઉલ રહેવાશી. ભરૂચ તેમજ રાહુલ શાહ , આકાશ , વિવેક , ઉમેશ તમામ રહેવાશી મુંબઈનો વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી
ફરિયાદને લઇ અંકલેશ્વર શહેર પોલીસે તપાસની તજવીજ હાથ ધરી હતી
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી