



જુઓ સમગ્ર અહેવાલ….
ઝઘડિયા જીઆઇડીસી ની ફાર્મશન કંપની ના દીવાલ માંથી પ્રદૂષિત પાણી વરસાદી કાસ માં છોડવામાં આવ્યું…..
ઝગડીયા જીઆઇડીસી સ્થિત ફાર્મશન નામની કંપની દ્વારા આજરોજ વરસાદી કાસ ની અંદર પાણી પડી રહ્યા હોવાની વિગત બહાર આવી હતી જેમાં સ્થળ ઉપર મીડિયા દ્વારા જોતા લાલ કલર નું પ્રદુષિત પાણી દીવાલમાંથી છોડવામાં આવ્યું હવાનું માલુમ પડ્યું હતું…જેમાં એન.સી.ટીએલ અને કંપનીના સતાધિસો ને સ્થળ ઉપર બોલાવી પ્રદુષિત પાણી ના નમૂના લેવડાવામાં આવ્યા હતા અને નમૂના ની પી એચ તપાસ કરતા વધુ પી એચ જોવા મળતા કંપની સતાધિસો ને મીડિયા કર્મી દ્વારા તે બાબતે સવાલ કરતા કંપની સતાધિસો કંપની ના ગેટમાં જવાબ આપ્યા વિના વારફરતી છું થઈ ગયા હતા…
વરસાદી કાસ માં ફાર્મશન કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડાતા હર હંમેશ ની જેમ આ પ્રદૂષિત પાણી વરસાદી કાસ દ્વારા ખેતરો અને પશુઓ માટે પીવાના પાણી માં ભડતા તે હાનિકારક થઈ જતું હોઈ છે અને તેનાથી પશુ અને જળચર પ્રાણીઓ ના મૃત્યુ પણ થયા છે…
ત્યારે NCTL દ્વારા પ્રદુષિત પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આગળ મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ સેમ્પલ ના રિપોર્ટ આવે છે કે કેમ તે જોવું રહ્યું…
રિપોર્ટર : વિકાસ પુરોહિત