Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

વેસ્ટ બંગાળના કોલકત્તા થી “સેવ સોઇલ” (માટી બચાવ) ના સંદેશ સાથે ભારત ભ્રમણે નીકળેલ સાયકલિસ્ટ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

વેસ્ટ બંગાળના કોલકત્તા થી “સેવ સોઇલ” (માટી બચાવ) ના સંદેશ સાથે ભારત ભ્રમણે નીકળેલ સાયકલિસ્ટ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

૧ મે ૨૦૨૨ ના રોજ ૧૭ વર્ષીય સાયકલીસ્ટ “સાહિલ જા” અત્યારે સુધી ૧૦ રાજ્યમાં ભ્રમણ કરી ૨૦૦૦ કિલોમીટર નો અંતર કાપી અંકલેશ્વર ખાતે આવી લોકો ને માટી બચાવો અભિયાનના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપી

ગુજરાત સ્થાપના દિવસ ૧ મે ૨૦૨૨ ના રોજ વેસ્ટ બંગાળના કોલકત્તા થી “સેવ સોઇલ” (માટી બચાવ) અભિયાનને સમર્થન આપવા તેમજ લોકો સુધી આ અંગે જાગૃતિ ફેલાવવા માટે ભારત ભ્રમણ પર નીકળેલ સાયકલિસ્ટ “સાહિલ જા” એ ૯ મહીના ૭ દિવસ માં ૧૦ રાજ્યમાં ભ્રમણ કરી ૨૦૦૦ કિલોમીટર નો અંતર કાપી અંકલેશ્વર ની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો.

વેસ્ટ બંગાળ,આંધ્રપ્રદેશ,ઝારખંડ, તેલંગણા,ઓરિસ્સા,તમિલનાડુ,કેરેલા કર્ણાટક,ગોવા અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત ના અંકલેશ્વર માં ૧૭ વર્ષીય “સાહીલ ઝા” આવી પહોંચ્યા હતા.૧ મે ૨૦૨૪ ના રોજ “સેવ સોઇલ” (માટી બચાવ) નો સંદેશ ૪૦૦ કરોડ લોકો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક પૂર્ણ કરી સાઈકલીસ્ટ પરત વેસ્ટ બંગાળના કલકત્તા ખાતે જશે.વર્તમાન સમયમાં જમીનો માં ફોર્ટીલિટી ઘટવા ના કારણે જમીન તેમજ રેતી નું પ્રમાણ વધતા માટી બચાવ અભિયાન ને વેગ મેળે તે જરુરી હોવાનું જણાવી લોકોની સાથે સરકાર પણ માટી બચાવવા માટે જરૂરી પોલિસી લાગુ કરે તે માટે ભારત ભ્રમણ પર નીકળ્યા હોવાનો મીડિયા સમક્ષ જણાવ્યું હતું


બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચની કલરવ શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોએ 3 હજાર દીવડા શુશોભિત કર્યા

bharuchexpress

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ટેમ્પા સંતાડી રાખેલો દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા

bharuchexpress

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં થયો હુમલો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़