



અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જુગારધામ પર સપાટો બોલાવ્યો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાટલી મળી હતી કે અંકલેશ્વર શહેર ચોટાનાકા પાસે આવેલ મેઘના આર્કેડ ની નીચે તાડ ફળિયા ની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ટોળું વળી સટ્ટાબેટિંગના આંકડા લખી હાર જીત નો જૂગાર રમી રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડયા હતા. જેમાં પોલીસે જુગાર રમવાના સાહિત્ય, રોકડ રકમ, મોબાઈલ ફોન, ઓટો રીક્ષા મળી કુલ ૮૫,૦૧૦ નો મુદ્દામાલ કબ્જે કરી સરફરાજ એહમદ શેખ, અજય ભાઈ પ્રીતમભાઈ રાવળ, શિવદાસ માણેકભાઈ વાડેકર, રાકેશભાઈ પ્રભુભાઈ પટેલ ને ઝડપી જુગાર ધારા ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જ્યારે અન્ય એક વિજયભાઈ દલપતભાઈ વસાવા ને વોન્ટેડ જાહેર કર્યો
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી