અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સારંગપુર ના બાપુનગર ખાતેથી ગેર કાયદેસર ગેસ રીફ્લિંગ કોભાડ ઝડપી પાડી ગેસની બોટલો ,વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ કબજે કરી એક ઈસમને ઝડપી પાડયો
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગેસ રીફ્લિંગ કોભાડ ઝડપી પાડ્યું
બનાવની પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમી દાર થી બાતમી મળી હતી કે સારંગપુરના બાપુનગર ખાતે આવેલ એક શોપિંગ ની દુકાન માં એક ઈસમ ગેર કાયદેસર ગેસની મોટી બોટલો માંથી નાની મોટી બોટલોમાં ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટ કરી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે ઈશમ ની પૂછપરછ કરતા તેવો એ કોઈ પણ જાત જરૂરી પુરાવા રજૂ કર્યા ન હતા જેને લઈ પોલીસે ગેસની બોટલો ,વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ કબજે કરી બબલુ ઉર્ફે ભોલા ગોકુલ યાદવ રહેવાસી મંગલદીપ સોસાયટી સારંગપુર નાઓ વિરુદ્ધ લોકોની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી