Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં રૂપિયા ૧.૫૦ લાખ જમા કરાવવા આવેલ સાઈટ એકાઉન્ટન્ટને બેન્કની સ્લીપ ભરી આપના બદલામાં રૂપિયા આપવાનું કહી બે ગઠીયા છેતરપીંડી કરીને ફરાર

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં રૂપિયા ૧.૫૦ લાખ જમા કરાવવા આવેલ સાઈટ એકાઉન્ટન્ટને બેન્કની સ્લીપ ભરી આપના બદલામાં રૂપિયા આપવાનું કહી બે ગઠીયા છેતરપીંડી કરીને ફરાર

અંકલેશ્વર બેન્કની સ્લીપ ભરી આપના બદલામાં રૂપિયા આપવાનું કહી બે ગઠીયા છેતરપીંડી કરીને ફરાર થયાં

અંકલેશ્વરમાં બેન્કોમાં આવતા ગ્રાહકોને રૂપિયાની ગડ્ડી આપી છેતરપીંડી કરતી ગડ્ડી ગેંગ ફરી સક્રિય થઇ છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા ઋષિકેશકુમાર રાકેશકુમાર રામરાજ જયમિત રીયાલીટી કંપનીમાં સાઈડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે જેઓ ગત તા.૨૪મી જાન્યુઆરીના રોજ કંપની ઉપરથી કોન્ટ્રકટર વિજય વણજારા સાથે અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં રૂપિયા ૧.૫૦ લાખ જમા કરાવવા આવ્યા હતા.જેઓ સ્લીપ ભરી રહ્યા હતા તે દરમિયાન બે ઈસમો બેંકમાં આવ્યા હતા અને ઋષિકેશકુમાર રામરાજને રૂપિયા ભરવાની સ્લીપ ભરી આપવાનું કહેતા તેણે જાતે ભરી લેવાનુ કહેતા બંને ઈસમોએ તેઓને ભરતા નથી આવડતુ હોવાનુ કહી જો તેઓ સ્લીપ ભરી આપશે તો તેઓ પાસે રહેલ બે લાખમાંથી બીજા રૂપિયા તેને આપવાનું જણાવી સાઈટ એકાઉન્ટન્ટને વાતોમાં ભોળવી બહાર લઇ ગયા હતા અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન સ્થિત રીક્ષા સ્ટેન્ડ પાસે લાવ તારા રૂપિયા હું પકડું છું તેમ કહી રૂપિયા રાખી લીધા હતા અને ગાઠ બાંધી રૂમાલમાં મુકેલ બે લાખ પકડાવી ચાલતા નીકળી ગયા હતા.જે બાદ રૂમાલ ખોલતા જ તેમાંથી કાગળની ગડ્ડી નીકળતા તે પોતે છેતરાર્યો હોવાનુ માલુમ પડતા સાઈટ એકાઉન્ટન્ટને બંને ગઠીયા વિરુદ્ધ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં પાછોતરા વરસાદના કારણે ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન, ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી

bharuchexpress

આછોદ ગામમા યુવાઓની સરકાર, બન્યો 24 વર્ષ નો સરપંચ. આમોદ તાલુકાના આછોદ ગામે ગત 19 તારીખ નાં રોજ આછોદ ગામના કુલ 12 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં 24 સભ્યો અને 2 સરપંચ એમ કુલ મળી 26 લોકો દ્રારા ઉમેદવારી નોંધાવી હતી, જેનું પરીણામ ગત રોજ જાહેર થયું હતા જેમાં આછોદ ગામની યુથ વિંગ પેનલનો ભવ્ય વિજય થયો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે યુવાનો દ્વારા યુથ વિંગ પેનલ ઊભી કરવામાં આવી હતી જેના મુખ્ય સંયોજક કાપડીયા ફેમિલી દ્રારા જોરદાર સપોર્ટ કરવામા આવ્યો હતો અને ઘરે ઘરે જઈ લોકોની મુલાકાત કરવામા આવી હતી જેથી લોકોનો પણ સારો એવો સાથ સહકાર મળ્યો હતો. ચૂંટણી પુર્ણ થયાં બાદ ગત રોજ ચૂંટણી નું પરીણામ જાહેર થતાં આછોદ ગામની યુથ વિંગ પેનલના 12 સભ્ય પૈકી 7 સભ્યો અને તેની સાથે સરપંચ વિજેતા જાહેર થતા ગામ લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને ગામ લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

bharuchexpress

અંકલેશ્વર ની ખાનગી કંપની માં થયેલ ચોરી મામલે પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़