



મહેસાણા એસ.આર.પી.એફ. ગ્રુપ-૧૫ના એ.એસ.આઈ.હર્ષદ પટેલ સ્ટાફ સાથે અંકલેશ્વર ઓ.એન.જી.સી.ની લાઈનમાં ભંગાણ કરી ચોરીની પ્રવૃત્તિઓ થતી અટકાવવાના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હજાત ગામની સીમમાં ભરૂડી મંદિર સામે ઓ.એન.જી.સી.ના જંકશન પોઈન્ટ પાસે એક ઇસમ મોબાઈલ ટોચના અજવાળે સીટીએફ તરફ જતી ક્રુડ ઓઈલની અન્ડર ગ્રાઉન્ડ ચાલુ લાઈનમાં ભંગાણ સર્જી ક્રુડ ઓઈલની ચોરી કરી રહ્યો હોવાનુ ધ્યાન પર આવતા એસ.આર.પી.એફ. જવાનોએ તેઓની ગાડી ઉભી કરતા ઓઈલ ચોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ જવાનોએ સ્થળ પર જઈ તપાસ કરતા કોઈ સાધન વડે લાઈનમાં ભંગાણ પાડી ઓઈલ ચોરી કરવાની કોશિશ કરી લાઈનને નુકશાન કર્યું હોવાનુ જણાઈ આવ્યુ હતુ.ચોરીની ઘટના અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી