Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા કમ્યુનિટી ટ્રસ્ટ સંચાલિત લાયન્સ સ્કૂલ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી 

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા કમ્યુનિટી ટ્રસ્ટ સંચાલિત લાયન્સ સ્કૂલ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી

 

બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવી શકે અને ખેલ પ્રત્યેનો ઉત્સાહ બાળકમાં રહે તેવા હેતુ સાથે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા કમ્યુનિટી ટ્રસ્ટ સંચાલિત લાયન્સ સ્કૂલ ખાતે ૧૯ મો સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ કાર્યક્રમ તારીખ 17 સુધી સ્કૂલ ખાતે યોજાય છે અને બાળકો પોતાની અવનવી કૃતિઓ રજૂ કરશે. ઉપરાંત અવલ નંબર પ્રાપ્ત કરનારા બાળકોને સર્ટિફિકેટ અને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષક ગણ દ્વારા બાળકો ને રમત ગમત ના મહત્વ વિશે માહિતગાર કર્યા હતો તો રમત ગમતમાં હાર જીત એ માત્ર રમતનો એક ભાગ સમજી જીવનમાં આગળ વધવું જોઈએ જેવી પ્રેરણાઓ આપી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રેરક જુગલ પડસાલા, કશ્યપ નિલેશભાઈ પટેલ તેમજ કે પટેલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી ના નરેશ ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ: જિલ્લામાં ૨૫ મી જાન્યુઆરીએ બારમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે

bharuchexpress

અંકલેશ્વર નગર પાલિકા કર્મીઓની બીજા દિવસે પણ હડતાળ યથાવત

bharuchexpress

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા પાણીમાં 1 દિવસથી ફસાયેલા અસ્થિર મગજના યુવાનને રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ બચાવ્યો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़