શ્રદ્ધાંજલિ અર્પણ:અંકલેશ્વરમાં મર્હુમ અહેમદ પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે કબર પર પુષ્પ અર્પણ કરાય
મર્હુમ અહેમદ પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે સાંસદ મુકુલ વાસનીક તેમના અંકલેશ્વર ખાતે આવ્યા હતાં. તેઓએ તેમની કબર પર પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા મર્હુમ અહેમદ પટેલની બીજી પુણ્યતિથિએ રાષ્ટ્રીય નેતા અને સાંસદ મુકુલ વાસનિક અંકલેશ્વર ખાતે આવ્યા હતા. તેઓએ મર્હુમ અહેમદ પટેલની કબર ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મારો અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભરૂચ જિલ્લા અગૃણી નાઝુ ફડવાલા સહિત સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મુકુલ વાસણી કે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ મરહુમ અહેમદ પટેલના ઘરે જઈને પરિજનો સાથે મળી સાંત્વના આપી જણાવ્યું હતું કે, તેઓની ખોટ આજીવન દેશને સાલશે તેઓ સાચા અર્થમાં એક રાષ્ટ્રીય નેતા હતા.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી