મતદાન સમયે કોઇ દુવિધા ન પડે તે જોવા સુચના
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે પહેલી તારીખે થનારા મતદાનની તૈયારીઓ તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તંત્રએ કરેલી તૈયારીઓની કેન્દ્રમાંથી આવેલાં નિરિક્ષકોએ સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ખાસ જનરલ નિરીક્ષક અજય નાયકે જિલ્લાચૂંટણી તંત્રની કામગીરીની તથા જનરલ પોલીસ નિરીક્ષક દિપક મિશ્રાએ પણ જિલ્લામાં ઉભી કરાયેલી કાયદો અને વ્યવસ્થા અંગેની જરૂરી સમીક્ષા કરી હતી.
વિધાનસભાની ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો પર પહેલી ડીસેમ્બરના રોજ થનારા મતદાન સંદર્ભે PWD, સિનિયર સિટીઝન, મહિલા, યુવા,થર્ડ જેન્ડર, ઓવરસીઝ અને સેવા મતદારો સહિતના તમામ વર્ગના મતદારોની વ્યવસ્થા અંગેની જાણકારી નિરિક્ષકોને આપવામાં આવી હતી.
કેન્દ્રીય ચૂંટણી પંચના ખાસ જનરલ નિરીક્ષક અજય નાયકે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિધાનસભા બેઠકદીઠ, પ્રમુખ અધિકારી તથા મતદાન અધિકારીઓની તાલીમની પ્રસંશા કરી હતી. સ્વીપ એક્ટીવીટ ીઅંતર્ગત જે તે ગામ-વિસ્તારના તમામ મતદારો દ્વારા અચૂક મતદાન થાય તે માટે મતદાન જાગૃત્તિ અંતર્ગત તમામ મતદારોમ તદાનમાં ભાગ લે તેવા પ્રયાસો કરવાની પણ તેમણે હિમાયત કરી હતી.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી