Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

‘મારા છોકરાને કંઈ થયું તો તમારું આવી બન્યું’:સ્કૂલમાં બાળકો પાસે શિક્ષકો 4 દિવસથી બાથરૂમ તોડાવતા, 7 વર્ષના માસૂમ પર દીવાલ તૂટીને પડતાં માથું ફૂટી ગયું

‘મારા છોકરાને કંઈ થયું તો તમારું આવી બન્યું’:સ્કૂલમાં બાળકો પાસે શિક્ષકો 4 દિવસથી બાથરૂમ તોડાવતા, 7 વર્ષના માસૂમ પર દીવાલ તૂટીને પડતાં માથું ફૂટી ગયું

 

અંકલેશ્વરની બોરભાઠાની પ્રાથમિક સ્કૂલમાં 4 દિવસથી બાળકો પાસે શિક્ષકો દ્વારા જર્જરીત શૌચાલય તોડવાની કામગીરી કરાવામાં આવતી હતી. જેનો આજે એક 7 વર્ષનો બાળક ભોગ બન્યો છે. જેમાં કામગીરી દરમિયાન સ્લેબ પડતા જીંદગી અને મોત વચ્ચે બાળક જજુમી રહ્યો છે. આ બાબતે અન્ય બાળકોએ જણાવ્યું હતું કે, જો અમે કામ કરવાની ના કરીએ તો તેઓ ધમકાવી રહ્યા છે અને અભદ્ર ભાષામાં વાત કરે છે. તો આ ઘટના અંગે મહિલાએ જણાવ્યું હતું કે, નાનો કચરો ઉપાડવાની કામગીરી પણ શિક્ષકો બાળકો પાસે જ કરાવે છે. હું પોતાના બાળકને જમીન પર મુકી દબાયેલ બાળકને કાઢવા ગઈ હતી અને પછી તેને શિક્ષકની કારમાં સારવાર માટે લઈ ગયાં છે. માસુમની માતાએ કહ્યું કે, આ બાબતે અમને જાણ પણ કરી નથી, અમારો નંબર પણ તેમની પાસે છે. જો બાળકો ભણવા ન જાય તો કામ છે કહી ઘરેથી બોલાવી જાય છે અને ના જાય તો ડરાવે છે. બાળકને મળવા પણ દીધી નથી, કહે છે કે જરૂર નથી તેની દવા ચાલી રહી છે. પણ જો મારા છોકરાને કંઈ થયું તો તેઓનું આવી બન્યું.

ભોગ બનનારની માતાએ જણાવ્યું કે, હું મજુરી કામ કરી છોકરાને ભણાવું છું અને શિક્ષકો સ્કૂલમાં ભણાવવાની જગ્યાએ તોડફોડનું કામ કરાવે છે. મારે છોકરો પહેલેથી જ ઓપરેશન વાળો છે અને તેની ઉંમર પણ નથી આ કામ કરવાની છતાં તેની પાસે શિક્ષકોએ તોડફોડનું કામ કરાવડાવ્યું. અમારો નંબર હોવા છતાં સ્કૂલ વાળાએ આ ઘટના અંગે અમને જાણ કરી નથી. એતો તેની સાથે તોડફોડ કરી રહેલા છોકરાએ શિવમના પપ્પાને ફોન કરીને જાણ કરી કે તમારો છોકરો સ્લેબ નીચે દબાઈ ગયો છે અને લોહીલુહાણ હાલતમાં છે. જેથી અમે હોસ્પિયલ દોડી આવ્યાં. અહીંયા મારા છોકરાને મળવા પણ દેતા નથી, પણ જો મારા છોકરાને કઈ થયું તો હું તમામ પર કેસ કરીશ.

આ બાબતે રિંકુદેવી નામની મહિલાએ જણાવ્યું હતું કે, હું આધાર કાર્ડની ઝેરોક્ષ દેવા માટે આવી હતી. જે આપીને બહાર આવતા કામવાળી મહિલાએ કહ્યું કે, ત્યાં એક બાળક દીવાલ નીચે દબાઈ ગયો છે. તો મે મારા તેડેલા છોકરાને નીચે મુકી તે જગ્યાએ દોડીને ગઈ, જ્યાં એક બાળક દીવાલની નીચે દબાયેલ પડ્યો હતો અને શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. તો મે કહ્યું કે બે-ત્રણ જણા આવો અને દીવાલને ધક્કો મારીને બાળકને બહાર કાઢો પણ મેંડમ કે શિક્ષકો કોઈ અંદરથી બહાર ન આવ્યું. પછી મે કહ્યું કે બાળકો થકી જ તમે કાર ખરીદીને આવો અને જાવ છો તો બાળકને હોસ્પિટલ ન લઈ જઈ શકો? તેમ કહેતા એક મેંડમ બહાર આવ્યાં અને બાળકને કારમાં નાખી હોસ્પિટલ લઈને ગયાં. ભાવુક અને રોષ સાથે મહિલાએ જણાવ્યું કે, નાનો કચરો પણ બાળકો પાસે ઉપડાવે છે, શું સરકાર આ લોકોને આ કામના પૈસા નથી આવતા?

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે ગુરુવારના રોજ શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાના શિક્ષકો દ્વારા બાળ મજૂરી કરાવતા હોય એમ શાળા કમ્પાઉન્ડમાં આવેલા જર્જરીત શૌચાલય તોડાવી રહ્યા હતાં. આ વિદ્યાર્થીઓ જ્યારે દીવાલ તોડી રહ્યા હતા તે સમયે અચાનક શૌચાલય ઉપરના ધાબાનો સ્લેબ અચાનક ધરાશાયી થઇ ગયો હતો. જેની નીચે ધોરણ 7માં અભ્યાસ કરતો 13 વર્ષીય શિવમ વસાવા દબાઈ ગયો હતો, જ્યારે સાથે કામ કરી રહેલા 7 જેટલા બાળકોનો આબાદ બચાવ થયો હતો. બનાવ બનતાની સાથે જ ઉપસ્થિત બાળકો બુમાબુમ કરતા આજુબાજુમાં રહેતા ગ્રામજનો દોડી આવ્યા હતા.

સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ કાટમાળ નીચે દબાયેલા શિવમને બહાર કાઢ્યો હતો. જેને શાળા શિક્ષકની કારમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યા બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ અંકલેશ્વર વહીવટી તંત્રને થતા એસ.ડી.એમ નૈતીકા પટેલ, તાલુકા વિકાસ અધિકારી સહિત શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના અંગે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ તપાસ ચાલુ છે. ઘટના કેવી રીતે બની અને કેમ બની તેની સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. અને આ અંગે સંબંધિત વિભાગ અને જિલ્લા પંચાયત કચેરી ખાતે રિપોર્ટ કરવામાં આવશે.

છેલ્લા 4 દિવસથી બાળકો પાસે શૌચાલય તોડવાની કામગીરી બાળકો કરી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જ્યારે બાળકોએ પણ જણાવ્યું હતું કે, શાળાના શિક્ષકો જ અમારી પાસે આ કામ કરાવી રહ્યા છે અને જો ન કરીએ તો તેઓ ધમકાવી રહ્યા છે અને અભદ્ર ભાષામાં વાત કરે છે. જ્યાં શાળામાં બાળકોને પાયાનું શિક્ષણ આપવાનું હોય છે, ત્યાંજ શાળાના શિક્ષકો દ્વારા બાળકો પાસે મજૂરી કામ કરાવી રહ્યા હતા. જે સ્લેબ તોડવા માટે તેના નિષ્ણાત મજૂરો કામ કરતા હોય છે, તે સ્લેબ તોડવા માટે અબુધ બાળકો પાસે કામ કરાવતા શિક્ષકો સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા જોગ સંદેશ …….

bharuchexpress

ભરૂચના નાયબ માહિતી નિયામક શ્રી અનિલ એસ.બારોટનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

bharuchexpress

અંકલેશ્વર GIDCની અમલ લિમિટેડ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ, મોટાભાગનો માલ-સામાન બળીને ખાખ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़