અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીમાં B.E.,M.E., B.Sc અને M.Sc ના કુલ 144 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું
અંકલેશ્વર ખાતે યુપીએલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં B.E. , M.E., B.Sc. અને M.Sc. ના વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કુલ 144 વિદ્યાર્થીઓએ ઇનામ વિતરણ કરાયું છે.
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા બીજા સેમેસ્ટરની પરીક્ષા પાસ કરનાર B.E., M.E., B.Sc.,અને M.Sc. વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહનું 22મી નવેમ્બર 2022 ના રોજ યુપીએલ હોસ્ટેલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શેષ પાંડે, યુનિટ હેડ, સજ્જન ઇન્ડિયા લિ. તેમજ અશોક પંજવાણી, પ્રમુખ, યુપીએલ યુનિવર્સિટી અને મીરા પંજવાણી હાજર રહ્યાં હતા. પ્રોવોસ્ટ પ્રો.શ્રીકાંત વાઘ દ્વારા અતિથિ વિશેષનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. તેમણે કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જેમાં સન્માન સમારોહમાં કુલ મળીને 144 વિદ્યાર્થીઓને મહેમાનો પાસેથી ઇનામી રકમ સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી તેના પ્રતિસાદ શેર કર્યા હતા. આ પ્રસંગે અશોક પંજવાણી તમામ રેન્ક ધારક વિદ્યાર્થીઓને તેને પરીક્ષામાં સફળતા માટે અભિનંદન આપ્યા હતા.