



અંકલેશ્વરની સજ્જન ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ:બે કામદારોને ઇજાઓ થતા સરવાર હેઠળ ખસેડાય; GIDC પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો
અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા કંપનીમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઇ હતી. જેમાં બે કામદારોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. અંકલેશ્વર GIDC પોલીસે તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી સજ્જન ઇન્ડિયા કંપનીમાં આજ રોજ રસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતાં કામદારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ બ્લાસ્ટમાં સ્થળ પર કામ કરી રહેલા બે કામદારોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. જ્યારે GIDC પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવીને તપાસ શરૂ કરી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી