Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

અંકલેશ્વરના નર્મદા કાંઠે આવેલા 4 ગામમાંથી 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરોએ તોડી પાડ્યા

અંકલેશ્વરના નર્મદા કાંઠે આવેલા 4 ગામમાંથી 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરોએ તોડી પાડ્યાહતા. 3 મહિના દરમિયાન અલગ-અલગ સ્થળેથી ખેતી વિષયક વીજની ચાલુ લાઈન પર ટ્રાન્સફોર્મર તોડી પાડી કોપર ચોરી ગયા હતા. 81 હજારની નુકશાની અને 2.84 લાખ ઉપરાંતની કોપર ચોરી થઈ હતી. અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે 3.65 લાખ રૂપિયાની કોપર ચોરીની ફરિયાદ નોંધી છે.

 

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવેલા જુના દીવા, જૂની સુરવાડી, જૂના બોરભાઠા બેટ, નવી દીવી કોપર ચોરોએ છેલ્લા 3 મહિનામાં તરખાટ મચાવ્યો હતો. એક પછી એક 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યા હતા. ગત 2 જી ઓગસ્ટથી 2 જી ઓક્ટોબર દરમિયાન તસ્કરોએ આ વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. ઘટના મામલે ખેડૂતો દ્વારા વીજ નિગમ કચેરી ખાતે અરજી વડે જાણ કરી હતી.

 

 

આ બનાવ અંગે DGVCL દ્વારા સ્થળ તપાસ કરી, પંચકેસ કરી અંતે શંભુ બર્નવાલ દ્વારા અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેથી પોલીસે વીજ ટ્રાન્સફોર્મર તોડી અંદર સ્ટડ તોડી ઓઇલ ઢોળી 81 હજાર રૂપિયાની નુકશાની નોંધી હતી. આ ઉપરાંત અંદર કોપર કોઇલ અંદાજિત 2.84 લાખથી વધુ રૂપિયાની ચોરી મળી કુલ રૂ. 3.65 લાખથી વધુની ચોરી અને નુકશાનીની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

 

 

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપી પકડાયો: ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની સફળ કામગીરી

bharuchexpress

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભરૂચ તાલુકા અને અલગ અલગ શહેરોમાંથી ચોરી માં ગયેલ ઓટો રિક્ષા ચોરી કરનાર બે ઈસમોને 98 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

bharuchexpress

કોંગી નેતા અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધીત કરતા ભારે રોષ, ભરૂચ જિલ્લા ભાજપે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़