Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

અંકલેશ્વરમાં 2 વયોવૃદ્ધ મતદારોએ પોસ્ટલ બેલેટ પેપરથી વોટિંગ કર્યું; તંત્રએ વિશેષ ટીમની વ્યવસ્થા કરી મતદાન કરાવ્યું

અંકલેશ્વરમાં 2 વયોવૃદ્ધ મતદારોએ પોસ્ટલ બેલેટ પેપરથી વોટિંગ કર્યું; તંત્રએ વિશેષ ટીમની વ્યવસ્થા કરી મતદાન કરાવ્યુ

 ભરૂચ વહીવટી તંત્ર દ્વારા વયોવૃદ્ધ લોકોના ઘરે જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વરના ભડકોદ્રા ગામના 102ના મહિલા અને એક અન્ય વૃદ્ધ પુરુષે પોસ્ટલ બેલેટ પેપરથી પોતાનો મત આપ્યો હતો.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહન પણ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા થનગની રહી છે. તો બીજી તરફ શતાયુ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા એટલા જ ઉત્સુક છે. ત્યારે આવા જ શતાયુ મતદારો મતદાનના દિવસે મતદાન મથકે નહિ જઈ શકનાર લોકો માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની યાદી તૈયાર કરીને તેમના નિવાસસ્થાને જઈને મતદાન કરાવવાનું અયોજન કર્યું છે.

 

 

 

જેના ભાગરૂપે આજ રોજ વહીવટી તંત્રની એક ટીમ પોલીસ અને અધિકારીઓની હાજરીમાં અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સુંદરવન સોસાયટીમાં રહેતા 102 વર્ષીય મહિલા મતદાર કલાવતી પાલે તેમના નિવાસ સ્થાનેથી પોસ્ટલ બેલેટ પેપરથી વોટીંગ કર્યું હતુ. જ્યારે અન્ય એક વયોવૃદ્ધ પુરુષે પણ મતદાન કર્યું હતુ. બંનેય વયોવૃદ્ધઓએ મતદાન કરીને આવનારી 1 ડિસેમ્બરની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ પણ કરી હતી.

 

 

બ્યુરો રીપોર્ટ. : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ જિલ્લામાં 108ના કર્મચારીઓએ રંગોળી બનાવી દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરી

bharuchexpress

કડોદરા ગ્રામ પંચાયતમાં નવા ચૂંટાયેલા સરપંચ યોગેશ સિંહ રણજીતસિંહ ગોહિલ એ આજ થી ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો

bharuchexpress

ભરૂચ તાલુકાના સીમલીયા ગામ ખાતે BKPL ભરૂચ,કરજણ પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો બીગ ટ્રોફી એવોર્ડ શો સુંદર તેમજ ખુશનૂમા વાતાવરણમા સંપૂર્ણ સફળતાપૂર્વક સમાપન થયો

editor

Leave a Comment

टॉप न्यूज़