અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક આવેલા ગોલ્ડન સ્ટેટ શોપિંગની ગેલેરીનો મોટો ભાગ ધરાસાઈ થતાં દોડધામ મચી હતી જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલા એસ એમ મોટર પાસે જૂનું ગોલ્ડન સ્ટેટ શોપિંગ આવેલું છે. જોકે આ શોપિંગ બન્યા બાદ યોગ્ય મરામત નહીં કરવામાં આવતા આ શોપિંગ જર્જરીત જેવું બન્યું હતું.
Add…..
જેના કારણે અંકલેશ્વરમાં સોમવારના મોટી દુર્ઘટના બનતા ટળી હતી. સવારના સમયે ગોલ્ડન સ્ટેટ શોપિંગનો ગેલેરીનો મોટો ભાગ ધડામ દઈને તૂટી પડતા મોટો અવાજ સાથે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે ગેલેરી ધરસાઈ થતાં શોપિંગમાં આવેલી દુકાનોના વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં સવારના સમયે શોપિંગ પાસે કોઈ હાજર નહિ હોવાના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ પણ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
બ્યુરો રીપોર્ટ: શાહનવાઝ મસાણી