



ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પાસે આઇસર ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી, સદનસીબે જાનહાનિ ટળ
ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પાસે આવેલી મઢૂલી હોટલ નજીક આઇસર ટેમ્પોમાં લાભ પાંચમની રાતે એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. શનિવારે રાતે મઢૂલી હોટલ પાસે આઇસર ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આઇસર ટેમ્પો ભડકે બળવા લાગતા વાહનચાલકો અને આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. દૂર દૂર સુધી આગના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. ટેમ્પામાં લાગેલી આગનું કારણ અકબંધ રહ્યું હતું.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી