



પંચાયતે સ્વભંડોળમાંથી બનેલી સંરક્ષણ દીવાલ તોડતા ફરિયાદ
અંકલેશ્વર ના ગડખોલ પંચાયત એ સ્વભંડોળ સ્વરક્ષણ દીવાલ તોડી પાડતા ફરિયાદ કરાઈ છે. સિધ્ધેશ્વરી સોસાયટી ખાતે પંચાયત દ્વારા દીવાલ બનાવી હતી. 5 વ્યક્તિઓ દ્વારા તોડી પાડવામાં આવતા પોલીસ માં પ્રાથમિક ફરિયાદ ડેપ્યુટી સરપંચ દ્વારા આપવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સિધ્ધેશ્વરી સોસાયટી ખાતે પંચાયત દ્વારા સ્વ ભંડોળ માંથી તાલુકા પંચાયતની વહીવટી મંજૂરી લઈ સ્વરક્ષણ દીવાલ ઉભી કરવામાં આવી હતી. જે દીવાલ રાહુલ પટેલ, વિનોદ પરમાર, વરુણ પટેલ, ડી.બી .સીંગ,દીપુ પ્રજાપતિ દ્વારા પંચાયતની કોઈપણ જાત ની મંજૂરી લીધા વગર તોડી પાડવામાં આવી હતી જે અંગે ડેપ્યુટી સરપંચ કનુ ભરવાડ ને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ કરી હતી. જે બાદ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.
અને આ અંગે સ્થળ નિરીક્ષણ કરી ડેપ્યુટી સરપંચ કનુ ભરવાડ ની ફરિયાદ આધારે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધવાની તજવીજ શરુ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સિધ્ધેશ્વરી સોસાયટી નો કોમન પ્લોટ હોય અને કોમન પ્લોટ માંથી કોઈ પણ રસ્તો આપી શકાય નહિ જે નિયમો ને આધીન છે. તે જણાવી બિન અધિકૃત રસ્તો કાઢવા દીવાલ તોડી પાડવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી