Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

ત્રિમાસિક અને છ માસિક હિસાબ બોર્ડની મિટિંગનું આયોજન, 35 જેટલા એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર

ત્રિમાસિક અને છ માસિક હિસાબ બોર્ડની મિટિંગનું આયોજન, 35 જેટલા એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર

અંકલેશ્વર પાલિકા ખાતે ત્રિમાસિક અને છ માસિક હિસાબ બોર્ડ યોજાઈ હતી. જેમાં 35 જેટલા એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર કર્યા હતા. જોકે પુનઃ વિપક્ષના સભ્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. માત્ર 3 સભ્યો વિપક્ષના હાજર રહ્યાં હતા. વિપક્ષ દ્વારા સૂકાવલી સાઈડની રાગ આલાપીને બસ આક્ષેપબાજી કરી સંતોષ માન્યો હતો.

એક તરફ વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતાના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે આચારસંહિતા પૂર્વે ફરજિયાત પણે હિસાબી બોર્ડ બોલાવી પડે તે સ્થિતિ વચ્ચે પાલિકાના સભાખંડ ખાતે ત્રિમાસિક અને છ માસિક હિસાબ બોર્ડ બેઠક યોજવામાં આવી હતી. જેમાં છેલ્લા 9 માસમાં થયેલા ખર્ચનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. પાલિકા પ્રમુખ વિનય વસાવા, ચીફ ઓફિસર કેશવ કોલડીયા, શાસક પક્ષ નેતા સુધીર ગુપ્તા, કારોબારી ચેરમેન સંદીપ પટેલ તેમજ ઉપ પ્રમુખ કલ્પના મેરાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી બોર્ડ મીટીંગ યોજાઈ હતી.

જોકે આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં પુનઃ વિપક્ષની સૂચક ગેર હાજરી જોવા મળી હતી. મહત્વ પૂર્ણ બોર્ડમાં વિપક્ષના સભ્ય પૈકી જહાંગીર પઠાણ અને બે મહિલા સભ્ય જ હાજર રહ્યાં હતા. જોકે માત્ર દેખાવના વિરોધ વચ્ચે 35 જેટલા એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ હિસાબો, કર્મચારીને લગતા કામો, વિવિધ કમિટીના કામો, તેમજ વિકાસના કામોની નોંધ તેમજ તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી.

 

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

નબીપુર પ્રાથમિક કન્યાશાળા મા બાળમેળા નું આયીજન કરાયું, બાળકોએ ઉત્સાહ દાખવ્યો…

bharuchexpress

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે

bharuchexpress

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ બન્ને પક્ષે પ્રજાને લાભ માટેના કામો આલાપ્યા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़