2 લાખની વસ્તી સામે હવે 4 ફાયર ટેન્ડ
ભરૂચની 2 લાખ લોકોની વસતી સામે હવે ચાર ફાયર ટેન્ડરની સુવિધા ઉપલબ્ધ થઇ છે. ગાંધીનગર સ્થિતગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી તરફથી તમામ અ વર્ગની પાલિકાઓને વોટર બ્રાઉઝરની ફાળવણી કરી છે જેમાં ભરૂચ નગરપાલિકાને પણ 12 હજાર લીટરની ક્ષમતાવાળું વોટર બ્રાઉઝર પ્રાપ્ત થયું છે. આ વોટર બ્રાઉઝરમાં 35 ફુટ ઉંચાઇ સુધી પહોંચી શકાય તેવી નિસરણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંતસ્મોક એક્ઝોસ્ટ જનરેટર ફેન, અલગ અલગ પ્રકારની બ્રાન્ચ તેમજ હાઈપ્રેશર મોનિટરજેવા સાધનોની સુવિધાથી સજજ છે.
ભરૂચ ફાયર સર્વિસ પાસે હાલમાં બે મીની ટેન્ડર અને બે 12000 લીટર વોટર બાઉઝર કાર્યરત છે.દિવાળીના તહેવાર નિમિત્તે ફાયર સર્વિસ ના તમામ કર્મચારીઓની રજા મોકૂફ કરી છે .તમામ સ્ટાફ સ્ટેન્ડબાય પર છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઝડપથી બચાવકામગીરી માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે.