



ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સાત દિવસીય જીવન ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સાત દિવસીય જીવન ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગતરોજ સાંજેથી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાનાર સાત દિવસીય જીવન ઉત્કર્ષ મહોત્સવનું સ્વામી નારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાત દિવસના મહોત્સવમાં પારિવારિક એકતા, દૃઢતા વીડિયો સંવાદ,પર્યાવરણ જાગૃતિ વિષયક પ્રસ્તુતિ,બાળકો માટે વિવિધ મનોરંજક ગેમ્સ,વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને પોષ્ટિક ફૂડ કોર્નરને પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી બાળકોમાં સંસ્કારનું પ્રદાન કરવાનો મુખ્ય હેતુ છે આ કાર્યક્રમમાં બીએપીએસ આંતરરાષ્ટ્રીય મોટીવેશન સ્પીકર પરમ પૂજ્ય ડો.જ્ઞાન વત્સલદાસ સ્વામી,પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતો તેમજ અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી