Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

અંકલેશ્વર-ભરૂચને જોડતા નેશનલ હાઇવે નં. 8 પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત

અંકલેશ્વર-ભરૂચને જોડતા નેશનલ હાઇવે નં. 8 પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે એક બાઈક સવારને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રોડ પર પટકાયો હતો. તેને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં વાહનોનું ભારણ વધ્યું છે, ત્યારે સમય કરતાં જલ્દી પહોંચવા કેટલાક વાહન ચાલકો ફૂલ ઝડપે ગાડીઓ ચલાવીને અન્ય વાહન ચાલકોને પણ જીવના જોખમમાં મુકતા હોય છે. આવો જ બનાવ આજ રોજ સવારે અંકલેશ્વર-ભરૂચ વચ્ચે બન્યો છે. એક યુવાન પોતાની મોટર સાયકલ લઈને આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, તે સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક ચાલક યુવાન રોડ પર ફંગોળાતા શરીર ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર લોક ટોળા એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ સ્થાનીક પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવીને બાઈક સવારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત સર્જનાર વાહન ચાલકને શોધવાની તપાસ હાથ ધરી છે.

 

બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે

bharuchexpress

ભરૂચમાં નર્મદા જયંતિ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ

bharuchexpress

કપાટના તલાટી સાથે અભદ્ર વર્તન કરનાર સર્કલ ઓફિસર સામે ગુનો દાખલ કરવા જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़