અંકલેશ્વરના ગડખોલમાં ગોપીનાથ રો-હાઉસ ખાતે 47 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
અંકલેશ્વર ગડખોલના ગોપીનાથ રો-હાઉસ ખાતે 47 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ફાંસો બનાવી સિલિંગ ફેન સાથે લટકી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકા ગડખોલ ગામ ખાતે ગોપીનાથ રો- હાઉસ ખાતે રહેતા નિશા પ્રવેશ પાલ પોતાના પરિવાર સાથે રહેતા હતાં. તેઓએ ગત રોજ 20મી ઓક્ટોબરના રોજ કોઈ અગમ્ય કારણોસર ધરે રૂમમાં સિલિગ ફેન સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ તેમના પુત્ર દિપક પાલને થતા જ તેણે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ખબર આપી હતી. બનાવની જાણ મળતા જ પોલીસનો સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો. પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી