Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો; 1ની અટકાયત 3 ફરાર

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો; 1ની અટકાયત 3 ફરા

 

તહેવારોની શરૂઆત થતાની સાથે જિલ્લામાં બુટલેગરો સક્રિય થઈને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવીને વેચાણ કરતા હોય છે. જ્યારે બીજી તરફ પોલીસ પણ એક્શનમાં આવીને આવા બુટલેગરોના મનસૂબાઓ પર પાણી ફેરવી દેતા હોય છે. ત્યારે આવો જ એક પ્રોહીબશનનો કેસ અંકલેશ્વર શહેર પોલીસે શોધી કાઢીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કારમાં રહેલો દારૂના જથ્થા સાથે કારના ચાલકને ઝડપી પાડયો હતો. જ્યારે ફરાર થઇ જનાર ત્રણ ઈસમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, એક લાલ કલરની જીપ કંપાસ ફોરવ્હીલ ગાડી નં- MH -15-GF-0659માં ત્રણ ઇસમો ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને હાઈવે નં-48 ઉપર આવેલી નવજીવન હોટલથી નીકળીને નવાદીવા ગામનો ગુમાન ઉર્ફે ગુલીયો કાલીદાસ વસાવા નાનો એકટીવા નં- GJ-16-CK-2458ની ચલાવી ફોરવ્હીલ ગાડીનું પાયલોટીંગ કરી રહ્યો છે. જેના આધારે પોલીસે સુરવાડી ઓવરબ્રિજના છેડે વોચમાં હતા.

આ સમયે માહિતીવાળી એકટીવા તથા તેની પાછળ એક લાલ કલરની ફોરવ્હીલ ગાડી આવતા તેને કોર્ડન કરી રોકવા જતા એકટીવા ચાલક પોતાની એકટીવા મુકી નાસી ગયો હતો. જ્યારે જીપ કંપાસ ફોરવ્હીલ ગાડીનો ચાલક નાસવા જતા નજીકમાં આવેલા રોડનો બમ્પ કુદાવતા ફોરવ્હીલ ગાડીનું ખાલી સાઇડનું વ્હીલ બેન્ડ થઇ જતા ગાડી ઉભી થઈ ગઈ હતી. જેને પોલીસ સ્ટાફ દોડીને પકડવા જતાં ગાડીમાં સવાર બે ઈસમો ભાગી ગયા હતા. જ્યારે ગાડીનો ચાલક રાજેન્દ્ર ઉર્ફે રાજુ હીરાભાઈ મિસ્ત્રી રહેવાસી ઓલપાડ સુરતને પકડી લીધો હતો.

પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ 180 કિ.રૂ.72,000 હજાર અને જીપ કંપાસ મળીને કુલ રૂ.6.27,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે પોલીસે જીગ્નેશ કલરીયા, આકાશ અનિલ પટેલ અને ગુમાન ઉર્ફે ગુલો કાલિદાસ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પડવાની તજવીજ હાથ ધરી છે.

 

બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ત્રિમાસિક અને છ માસિક હિસાબ બોર્ડની મિટિંગનું આયોજન, 35 જેટલા એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર

bharuchexpress

ભરુચ: નેત્રંગના હાથાકુંડી ગામની ટોકરી નદી ઉપર ૧૨ વષૅ પછી પુલના નિમૉણથી ગ્રામજનોમાં આનંદ

bharuchexpress

ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલના હસ્તે શહેરના વોર્ડ નં.3, 5 અને 7માં આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમિક કાર્ડનું વિતરણ કરાયું હતું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़