Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

સ્ટ્રીટ લાઈટ નીચે ખુલ્લામાં જુગાર રમતા હતા; પોલીસે રેડ પાડી રૂ. 22 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

સ્ટ્રીટ લાઈટ નીચે ખુલ્લામાં જુગાર રમતા હતા; પોલીસે રેડ પાડી રૂ. 22 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

પાનોલી પોલીસે સંજાલી ગામે હોળી ચકલા નજીક ક્રિક્રેટ ગ્રાઉન્ડની પાસે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 22 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેરમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરીને નવા પાનોલી પોલીસ મથક લોકોની સેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ દીવાળીના તહેવારો નિમિત્તે તેમના વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતાં. એ સમયે સંજાલી ગામે હોળી ચકલા ક્રિક્રેટ ગ્રાઉન્ડની પાસે ઇલેક્ટ્રીક લાઇટના થાંભલા નીચે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યાં હતા. તે સ્થળને ચારેય બાજુથી કોર્ડન કરીને રેઇડ કરીને 6 જુગારીઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે સ્થળ ઉપરથી દાવ પર લગાવેલા રૂ.1550 અને અંગઝડતીમાંથી મળેલા રૂ. 20,650 મળીને કુલ રૂ. 22,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે પોલીસના હાથે ઝડપાયેલા (1) સીનોદ રામરાજ સિંહ હાલ રહે સનસાઇન રેસીડેન્સી અંક્લેશ્વર, (2) કાલીચરણ સુંદરલાલ બ્રીજલાલ લોધી રહે સંજાલી રેસીડેન્સી સ્મશાનની બાજુમાં અંક્લેશ્વર, (3) જિતેન રામનાયરણ કમલ રહે હોલી ચકલા રમેશના મકાનમાં સંજાલી અંક્લેશ્વર, (4) લીલાધર મનુલાલ પ્રજાપતિ રહે સંજાલી રેસીડેન્સી સ્મશાનની બાજુમાં અંક્લેશ્વર, (5) સંજીવ ઉર્ફે બિનુ મોહરસિંહ ગૌતમ રહે એમ.બી.પટેલની બિલ્ડીંગ અંક્લેશ્વર અને (6) રામલખન છોટેલાલ રાઠોડ રહે સીરાજ બિલ્ડીંગમાં સંજાલી અંકલેશ્વરનાઓને ઝડપી પાડીને જુગાર ધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

 

બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

કલેકટર શ્રી તુષારભાઈ સુમેરા હાંસોટ તાલુકાના વમલેશ્વર અને કતપોર ગામ ના મતદાન મથકોની મુલાકાત લીધી

bharuchexpress

ભરૂચ: જિલ્લામાં કોરોનાના ત્રીજા લહેરને અનુલક્ષીને પ્રભારી સચિવશ્રી શાહમીના હુસેને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી

bharuchexpress

૧૧-માં ખેલ મહાકુંભ અંતર્ગત ગ્રામ્યકક્ષાથી રાજયકક્ષા સુધી ૨૯ રમત સ્પર્ધાઓનું આયોજન

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़