Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

અંકલેશ્વરના કાપોદ્રાના યુવકની પ્રેમસંબંધની શંકાએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા; સાળા-બનેવીએ ખેતરમાં લઈ જઈ ચપ્પુના ઘા ઝીંક્યા

અંકલેશ્વરના કાપોદ્રાના યુવકની પ્રેમસંબંધની શંકાએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા; સાળા-બનેવીએ ખેતરમાં લઈ જઈ ચપ્પુના ઘા ઝીંક્યા

અંકલેશ્વરના કાપોદ્રામાં પરિણીત મહિલા સાથેના પ્રેમ સંબંધની શંકા રાખીને મહિલાના પતિ અને સાળાએ ઉમરવાળા ગામની સીમ પાસે તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને હત્યા કરી હોવાની શંકા મૃતકની માતાએ જાહેર કરી હતી. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી બંને આરોપીઓને ઝડપા પાડ્યા હતા, જેમાં બંને શખ્સોએ રીસ રાખી પ્લાન બનાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં 23 વર્ષીય જીગર અમરસિંગ વસાવા પોતાના પરિવાર સાથે રહેતો હતો. જીગર વસાવાનો એક વર્ષ પહેલાં એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હતો. જે અંગેની જાણ તેના પતિ રાકેશને થતાં બંનેય પરિવાર વચ્ચે તકરાર થયા બાદ બંને પક્ષે સમાધાન થયું હતું.જો કે ત્યારબાદ પણ પરિણીતાનો પતિ રાકેશ અને તેનો સાળો રાકેશ ઉર્ફે ટોની વિનોદભાઇ વસાવા બંને જીગર પર શક કરીને અવાર-નવાર જીગર જોડે ફોન પર અને સામે અપશબ્દો બોલીને તકરાર કરતા હતા.

જો કે ત્યારબાદ ગઈકાલે 18મી ઓકટોબરના રોજ ઉમરવાળા ગામની સીમમાંથી કોઈ તીક્ષ્ણ હથિયાર વડે જીગર વસાવાને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચાડીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ પાનોલી પોલીસને થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે આ અંગે મૃતકની માતાએ પોલીસ મથકમાં રાકેશ વસાવા અને તેનો સાળો રાકેશ ઉર્ફે ટોની વિનોદભાઇ વસાવાની ઉપર હત્યાની શંકા રાખી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેય આરોપીઓને હત્યાના શકદાર આરોપી ગણીને તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.

કાપોદ્રાના યુવાનની હત્યાના બનાવમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા સાળા-બનેવીને ઝડપી પાડ્યા હતા. રાકેશ વસાવાની પત્ની જોડે મૃતક જીગરનો પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. તેની રીસ રાખી સાળા બનેવી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ઉપરાંત બંનેએ હત્યા કરી હોવાની પણ કબૂલાત કરી હતી. જેના આધારે અંકલેશ્વર એ.ડિવિઝન પોલીસે બંનેને પાનોલી પોલીસના હવાલે કર્યા હતા.

રાકેશ વસાવાએ તેના સાળા સાથે મળીને હત્યા કરવાનું નક્કી કરી પ્લાન બનાવ્યો હતો. જે મુજબ તેનો સાળો રાકેશ ઉર્ફે ટોની વિનોદ વસાવાએ બાઈક પર જીગરને શેરડીના ખેતરમાં ભંગારનો જથ્થો સંતાડ્યો છે તે વેચવાનો છે જે બતાવવા માટે લઇ ગયો હતો. ત્યાં રાકેશ વસાવા અગાવથી જ ત્યાં હાજર હોય જીગર આવતા જ તેના ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી તેઓ ફરાર થઇ ગયા હતા.

Related posts

મતદાન સમયે કોઇ દુવિધા ન પડે તે જોવા સુચના

bharuchexpress

અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં સાપ ઘુસ્યો:નવા બનેલા બી-ડિવિઝનમાં સર્પ ઘુસતા ભાગદોડ; જીવદયા પ્રેમીએ પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો

bharuchexpress

અંકલેશ્વર નગપાલિકા એક્શન મોડ માં…..,

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़